હિન્દ ન્યુઝ, ભુજ
નામદાર સુપ્રિમ કોર્ટ દ્રારા દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને
ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણનો વિપરિત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ, તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો કરેલ છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે કચ્છ જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવા કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ(સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨)ની કલમ ૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાની હદમાં તા.૨૧/૧૦/૨૦૨૨ થી તા. ૨૮/૧૦/૨૦૨૨ સુધી નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે ફરમાવેલ છે.
દિવાળીના તહેવારો દરમિયાન રાત્રીના ૨૦:૦૦ થી ૨૨,૦૦ દરમિયાન જ ફટાકડા ફોડી
શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડા(ફટાકડાની લૂમ) (Series Cracker of Laria)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ધન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી. હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વની સ્તર (Decibel level)વાળા જ કાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર “PESOની સુચના પ્રમાણેનું માર્કિંગ એવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લીપકાર્ટ એમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેપાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહી. ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી. લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કચ્છ જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ,પેટ્રોલપંપ, એલ.પી.જી./ બોટલીંગ પ્લાન્ટ એલ.પી.જી. ગેસના સ્ટોરેજ, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજ બલૂન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી. આ હુકમ તા.૨૧/૧૦/૨૦૧૨ થી તા.૨૮/૧૦/૨૦૨૨ સુધી (બન્ને દિવસો સહીત) અમલમાં આવશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.