ઓકટોબર માસમાં વાહનોના ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે

 હિન્દ ન્યુઝ, ભુજ                કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકો માટે ઓકટોબર માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ અંગેનો કેમ્પ સવારના ૧૦ થી સાંજે ૪ કલાક સુધી તા.૬/૧૦ના મુંદરા અને ભચાઉ ખાતે યોજાશે. જયારે તા. ૧૨/૧૦ના માંડવી અને રાપર, તા. ૧૮/૧૦ના દયાપર અને તા.૧૯/૧૦ના નખત્રાણા ખાતે આયોજીત કરાશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Read More

ભુજ શહેરમાં નવરાત્રિના વિવિધ આયોજનમાં સહભાગી થતા વિધાનસભાના અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્ય અધ્યક્ષાએ મા જગદંબાની પૂજા કરીને જનસુખાકારી માટે પ્રાર્થના કરી

હિન્દ ન્યૂઝ, ભુજ           વિધાનસભા અધ્યક્ષાડૉ.નીમાબેન આચાર્ય ભુજ શહેરમાં આયોજિત નવરાત્રિના વિવિધ કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને મા જગદંબાની આરતી પૂજા કરી હતી. અધ્યક્ષાએ મા જગદંબા સમક્ષ નાગરિકોના કલ્યાણ અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાર્થના કરી હતી. તેઓએ નોરતાના પાવન તહેવાર નિમિત્તે સૌને વંદન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.         અધ્યક્ષાએ ભુજ શહેરમાં પીપીસી કલબ મહિલા પાંખ, ઈન્દિરા ક્લબ,  હિરાણીનગર, ક્ષત્રિય રાજપૂત સમાજ માધાપર, હિન્દુ યુવા સંગઠન, સરકારી વસાહત જુની રાવલવાડી, સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આસ્થા નવરાત્રિ મહોત્સવ, હાંડલા યુવક મંડળ અને વોકળા ફળિયા ગરબી મિત્ર મંડળ વગેરે સ્થળોએ આયોજિત…

Read More

તા. ૦૭-૧૦-૨૦૨૨નાં હોકી મેચ અને સ્વિમિંગ ઇવેન્ટનો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે.  મહિલા હોકી ટીમ પૂલ A પૂલ B…

Read More

વિજયા દશમીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ 

હિન્દ ન્યુઝ, રાજકોટ વિજયા દશમીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે રૈયા રોડ, સાધુવાસવાણી રોડ તથા  યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં મીઠાઇ, વરખ તથા યુઝ્ડ કૂકિંગ તેલના કુલ ૧૯ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ તથા ૦૫ પેઢીને યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.   (૧)ઠક્કર સ્વીટ એન્ડ નમકીન -સ્થળ :- રૈયા રોડ – સ્થળ પર સંગ્રહ કરેલ ૨.૫ kg વાસી બોમ્બે હલવાનો નાશ કરવામાં આવેલ તથા યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં…

Read More

ફટાકડાં વેચાણ માટે હંગામી પરવાના મેળવવા તા. ૧૩મી ઓકટોબર ૨૦૨૨ સુધી અરજી કરવી

હિન્દ ન્યુઝ, ભુજ          આગામી દિવાળી પર્વ-૨૦૨૨ દરમ્યાન ભુજ શહેર અને શહેર બહાર ફટાકડાં વેચાણ માટે હંગામી પરવાના મેળવવા માટે અરજ્દારોએ તા. ૧૩મી ઓકટોબર સુધી અરજી કરવાની રહેશે. હંગામી પરવાના મેળવવા મામલતદાર કચેરી ભુજ -શહેર, તાલુકા સેવાસદન, મુંદરા રોડ ,ભુજ ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી  નિયત નમુનાનું  સોગંદનામું, નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફી ના ચલણ સાથેની ધોરણસર અરજી મામલતદાર કચેરી ભુજ –શહેર ખાતે કચેરી સમય દરમ્યાન સાંજે ૦૬:૧૦ કલાક સુધી જમા કરાવી શકાશે. તા. ૧૩મી ઓકટોબર ૨૦૨૨ બાદ મળેલી અરજી ધ્યાને લેવાશે નહિ તેની ખાસ નોંધ લેવા ભુજ -શહેર મામલતદારની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Read More