હિન્દ ન્યૂઝ, ભુજ
વિધાનસભા અધ્યક્ષાડૉ.નીમાબેન આચાર્ય ભુજ શહેરમાં આયોજિત નવરાત્રિના વિવિધ કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને મા જગદંબાની આરતી પૂજા કરી હતી. અધ્યક્ષાએ મા જગદંબા સમક્ષ નાગરિકોના કલ્યાણ અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાર્થના કરી હતી. તેઓએ નોરતાના પાવન તહેવાર નિમિત્તે સૌને વંદન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
અધ્યક્ષાએ ભુજ શહેરમાં પીપીસી કલબ મહિલા પાંખ, ઈન્દિરા ક્લબ, હિરાણીનગર, ક્ષત્રિય રાજપૂત સમાજ માધાપર, હિન્દુ યુવા સંગઠન, સરકારી વસાહત જુની રાવલવાડી, સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આસ્થા નવરાત્રિ મહોત્સવ, હાંડલા યુવક મંડળ અને વોકળા ફળિયા ગરબી મિત્ર મંડળ વગેરે સ્થળોએ આયોજિત ગરબીના ઉત્સવમાં હાજરી આપી હતી. મહાનુભાવો દ્વારા વિવિધ સ્થળોએ અધ્યક્ષાનું સન્માન કરાયું હતું.
આ નવરાત્રિના વિવિધ આયોજનની મુલાકાત દરમિયાન ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, નગરપાલિકા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, પાણી સમિતિના ચેરમેન ઘનશ્યામભાઈ સી.ઠક્કર, બાંધકામ સમિતિના ચેરમેન મનુભા જાડેજા, આગેવાનો જયંતભાઈ ઠક્કર, જિજ્ઞાબેન ઠક્કર, રૂક્ષ્મણીબેન, કેતનભાઈ ગોર, બિંદીયાબેન ઠક્કર, હિતેશભાઈ ખંડોલ, દાદુભા ચૌહાણ, રઘુવીરસિંહ જાડેજા, કૌશલેન્દ્રસિંહ જાડેજા, કલ્પેશ ગોસ્વામી, જયપાલસિંહજી જાડેજા, સ્મિત જોશી, ભરતભાઈ રાણા, ધર્મેશભાઈ જોશી, સહદેવજી જાડેજા, જગત વ્યાસ, મીત પૂજારા, નીખીલભાઈ જોશી, સંદિપભાઈ ચાવડા, નિશાંત વોરા, કશ્યપભાઈ ગોર, પરાક્રમસિંહ જાડેજા, રાજુલાબેન ઠક્કર, હિતેશભાઈ મહેશ્વરી સહિત પદાધિકારીશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.