૫મીએ રાજયપાલ દ્વારા બાયસેગના માધ્યમથી રાજયના ખેડૂતોને “પ્રાકૃતિક કૃષિ” વિષય પર રાજ્યના ખેડૂતોને સંબોધન

હિન્દ ન્યુઝ, ભુજ

          રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને ખેડૂતોને અવિરત માર્ગદર્શન મળતું રહે તે હેતુથી છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યના માન.રાજ્યપાલની સીધી દેખરેખ હેઠળ આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા લાવવા વિવિધ કાર્યક્રમો ગોઠવી ખેડૂતો આ ખેતી અપનાવતા થાય તે માટેના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે અને તેમાં મહદઅંશે સફળતા પણ મળેલ છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તેવા શુભ આશયથી માન. રાજ્યપાલ, ગુજરાત રાજ્ય તા.૦૫/૦૮/૨૦૨૨ના સવારે ૧૧:૦૦ કલાક થી “પ્રાકૃતિક કૃષિ” વિષય પર રાજ્યના ખેડૂતોને સંબોધન કરનાર છે. જેનું બાયસેગના માધ્યમથી જીવંત પ્રસારણ ગ્રામ્ય કક્ષાએ તમામ ગ્રામ પંચાયતો અને પ્રાથમિક શાળા ખાતે ડી.ડી. ફ્રી ડીશ કે જીસ્વાન તેમજ અન્ય માધ્યમ થકી થનાર છે. તેમજ અન્ય જુદા જુદા માધ્યમો જેવા કે યુટ્યુબ, ફેસબુક, જીયો ટીવી, વગેરે માધ્યમથી પણ ખેડૂતો આ કાર્યક્રમ નિહાળી શકશે. તો જિલ્લાના તમામ ખેડૂત સમુદાયને આ પ્રાકૃતિક કૃષિ વિષયના કાર્યક્રમને નિહાળવા અનુરોધ કરવામાં આવે છે. વધુ વિગતો માટે ખેડુતમિત્ર, એટીએમ/બીટીએમ, તલાટી, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવા

Related posts

Leave a Comment