૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં વર્ચ્યુઅલ/ઓનલાઇન ભાગ લઈ શકશે

ઓનલાઈન યુવા ઉત્સવ સ્પર્ધા :૨૦૨૨-૨૩

 હિન્દ ન્યુઝ, ભુજ

          ભારત સરકાર દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતીઓ માટે રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ યુવા ઉત્સવનું આયોજન વર્ચ્યુઅલ/ઓનલાઇન બંને રીતે કરવામાં આવશે. જે માટે કચ્છ જિલ્લા કક્ષાની ઓનલાઈન યુવા ઉત્સવની અલગ- અલગ સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ તા.૦૫/૦૯/૨૦૨૨ સુધી અ, બ, ખુલ્લો વિભાગ પ્રમાણે કૃતિઓ – “અ” વિભાગ (૧૫ થી ૨૦) – શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય નૃત્ય – ભરત નાટ્યમ, શાસ્ત્રીય નૃત્ય – કથક “બ” વિભાગ (૨૦ થી ૨૯) – શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય નૃત્ય–ભરત નાટ્યમ, શાસ્ત્રીય નૃત્ય–કથક “ખુલ્લો” વિભાગ (૧૫ થી ૨૯) સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનીયમ (હળવું), ગિટાર, કર્ણાટકી સંગીત, શાસ્ત્રીય નૃત્ય – મણીપુરી, શાસ્ત્રીય નૃત્ય – ઓડીસી, શાસ્ત્રીય નૃત્ય – કુચીપુડી, લોક નૃત્ય, લોક ગીત, એકાંકી (હિન્દી-અંગ્રેજી), શીધ્ર વક્તૃત્વ (હિન્દી-અંગ્રેજી)નું વીડીયો રેકોર્ડીંગની CD/ Pen Drive તૈયાર કરી, C.D. કવર પર  નામ, સરનામું, મોબાઇલ નંબર તથા કયા વિભાગની કૃતિ છે તે વિગતો લખી કચ્છ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૪૧૧, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ-કચ્છ, ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂ જન્મ તારીખના, નિવાસના આધાર પુરાવા સાથે તા.૦૫/૦૯/૨૦૨૨ સુધી ફોર્મ જમા કરાવાના રહેશે. વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન ટેલિફોન  નંબર ૦૨૮૩૨-૨૨૩૭૭૧ પર સંપર્ક કરવાનો રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે

Related posts

Leave a Comment