ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી સમયે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા કેટલાક આવશ્યક પગલાઓ સૂચવવામાં આવ્યાં છે. આ આવશ્યક પગલાઓ અંતર્ગત બિયારણ/રા. ખાતરની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. તેમજ કોઇપણ સંજોગોમાં લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં. જેથી, છેતરપીંડીથી બચી શકાય. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું…

Read More

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વિવિધ મોડ્યૂલ્સ લાઇવ કરવામાં આવ્યાં

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગકારો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેનો લાભ જિલ્લાના ઉદ્યોગકારો મેળવી શકે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની આવી જ કેટલીક યોજનાઓ જેવી કે, “આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઇઝ-૨૦૨૨” અંતર્ગત આસિસ્ટન્સ ફોર ઇન્ટ્રરેસ્ટ સબસિડી, કેપિટલ સબસિડી તથા CGTMSE રિએમ્બર્સમેન્ટ, આસિસ્ટન્સ ફોર પાવર કનેક્શન ચાર્જીસ, આસિસ્ટન્સ ફોર ક્વોલિટી સર્ટિફિકેશન, ERP (એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ) આસિસ્ટન્સની યોજનાઓના મોડ્યૂલ IndextB / IFP ટીમ દ્વારા http://www.ifp.gujarat.gov.in પર લાઇવ કરવામાં આવેલ છે. આ યોજનાઓ અંતર્ગત ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે તેની નોંધ લેવા ગીર સોમનાથના જિલ્લા…

Read More

NEET-૨૦૨૪ ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર      રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા National Eligibility cum Entrance Test (UG)-2024 ની લેખીત પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૫/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનાં સમય દરમિયાન…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.કે.મહેતાએ ભાવનગરની બી .એન.વીરાણી સ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર       લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૭મી મે ના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા ભાવનગરની બી.એન.વીરાણી સ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન માટેનું કેન્દ્ર ઉભું કરાયું છે. જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર.કે.મહેતા તેમજ નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી. મતદાન કર્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.કે.મહેતાએ જણાવ્યું હતું કે, આગામી ૭મી મેના રોજ મતદાન યોજાવાનું છે,ત્યારે અમારાં જેવા અધિકારીઓ-…

Read More

જામનગરમાં ITRA ખાતે મુત્રમાર્ગને લગતી સમસ્યાઓ અંગે રાહતદરે નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગરમાં સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) ખાતે આગામી તારીખ 2 અને 3 મેના રોજ મૂત્રમાર્ગને લગતી તમામ સમસ્યાઓ અંગે જાગૃતિલક્ષી સહનિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ.અનુપ ઠાકરના સૌજન્યથી આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા રાહતદરે સારવાર કેમ્પનું આયોજન શલ્યતંત્ર ઓ.પી.ડી. નં. 1, રૂમ નં.106, પહેલો માળ, પંચકર્મ ભવન, ઓ.પી.ડી. બ્લોક, ધન્વંતરિ મેદાન પાસે સવારે 09:00 થી 12:00 કલાક સુધી અને સાંજના 04:00 થી 06:00 દરમિયાન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મૂત્રમાર્ગ રોગોને લગતા લક્ષણો જેવા કે, વારંવાર…

Read More

મહિસાગર જિલ્લામાં ચુંટણી અધિકારીની હાજરીમાં પોલીસ સ્ટાફની તાલીમ અને પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું

હિન્દ ન્યુઝ, મહિસાગર લોકસભા સામાન્ય ચુંટણી ૭મી મે ૨૦૨૪ના રોજ યોજાનાર છે ત્યારે પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું અને ખુબ જ મહત્વનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. જેના અનુસંધાને મહીસાગર જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરનાં માર્ગદર્શનમાં જિલ્લામાં લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર એમ ત્રણ વિધાનસભા મત વિભાગ મુજબ તૈયાર કરાયેલા મતદાન સુવિધા કેન્દ્ર ખાતે પોલીંગ…

Read More

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો રાત્રીના ૧૦ પછી સભા, સરઘસ કે રેલી યોજી શકશે નહીં

હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ માટેની તારીખો જાહેર થયેલ છે અને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જે સંદર્ભે ચુંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો દ્વારા સભા, સરઘસ, રેલી વગેરે આયોજન થશે. આ સભા સરઘસ વ્યવસ્થિત રીતે યોજાઈ અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા જાહેર સુલેહ શાંતી જાળવવા તથા જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુસર સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં પરવાનગી લીધા સિવાય રાત્રીના ૧૦ વાગ્યા પછી કોઇ વ્યકિતઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ (૩૭) ની પેટા કલમ (૩)…

Read More

ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક મૃણાલ પ્રકાશ મિશ્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનિટરીંગ કમિટી (MCMC) હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલની મુલાકાત ભાવનગર લોકસભા બેઠકનં ખર્ચ નિરીક્ષક મૃણાલ પ્રકાશ મિશ્રા (IRS) દ્વારા લેવામાં આવી હતી. ખર્ચ નિરીક્ષકએ મોતીબાગ વિસ્તારમાં ઝોનલ કચેરીમા કાર્યરત કરવામાં આવેલા એમ.સી.એમ.સી. કેન્દ્રની મુલાકાત લઇને મીડિયા મોનિટરીંગ અને સોશ્યલ મીડિયા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક ચિંતન રાવલે મીડિયા મોનિટરીંગ અંગે માહિતી આપી હતી.  

Read More

હવામાન વિભાગની વિવિધ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખરાબ વાતાવરણ, વીજળી પડવી તેમજ ખેડૂતોને પાક મુજબનું માર્ગદર્શન મળી રહેશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા મોસમ, મેઘદૂત, દામિની અને પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી વરસાદની આગાહી, વીજળીથી બચાવ, ખેતીને લગતી બાબતો સહિત ચોમાસાની ઋતુ વિષયક વિગતો અને સચોટ જાણકારી પ્રાપ્ત થશે. ભારત સરકારના હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર તમામ એપ્લિકેશન ઉપલબ્ધ રહેશે. જેમાં મોસમ એપ્લિકેશન થકી તાપમાન, પવનની ગતિ, ભેજ સહિતની માહિતી પ્રાપ્ત થશે. દામિની એપ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ અર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસાવવામાં આવી છે. સમગ્ર ભારતમાં વીજળી પડવાની ઘટના પર નજર રાખવામાં આ એપ્લિકેશન મદદ કરે…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં વધુ અવર જવર વાળા અગત્યના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા તેમજ ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અનુસાર ભવિષ્યમાં કોઈ મોટી ગુનાહિત ઘટના ન બને તે માટે જિલ્લાના વધુ અવરજવર વાળા સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ મુકવા જરૂરી હોઈ છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શૈલેષ ગોકલાણીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક હુકમ કર્યા છે. જે અન્વયે જિલ્લામાં આવેલી જવેલર્સની દુકાનો તથા તમામ પ્રકારની દુકાનો, સરકારી તથા ખાનગી બેંકો, એ.ટી.એમ., ખાનગી હોસ્પિટલો, આંગડીયાપેઢી, શોપીંગ કોમ્પલેક્ષ/થિયેટર્સ/કોમર્શીયલ સેન્ટર ઉપર સિક્યુરીટીને ધ્યાને લઇ પ્રવેશ દ્વાર પર ઉપર તથા આ જગ્યાઓના…

Read More