Day: April 24, 2024
કારખાનાના શ્રમયોગીઓ તેમજ નોંધણી થયેલી સંસ્થા કે સાઈટના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ને અનુલક્ષીને આગામી તારીખ 07 મી મે- મંગળવારના દિવસે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કારખાના ધારા-1948 હેઠળ ઔદ્યોગિક એકમો કે કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ-1996 અન્વયે નોંધણી થયેલી સંસ્થા કે સાઈટ પર કાર્યરત શ્રમયોગીઓને મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-1951 ની કલમ-135 (B) મુજબ કારખાના ધારા-1948 અન્વયે કારખાનામાં કાર્ય કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ અન્વયે નોંધણી થયેલી…
Read Moreજામનગરના ૨૧ ચિત્રકારોએ ઐતિહાસિક સ્થળોના ૪૦ જેટલા ચિત્રો બનાવી દેશના અમુલ્ય વારસાની જાળવણીનો સંદેશો આપ્યો
હિન્દ ન્યુઝ, જામનગર દર વર્ષે 18મી એપ્રિલે સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે વર્લ્ડ હેરીટેજ ડે મનાવવામાં આવે છે.વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર 1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ICOMOS) દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને બાદમાં 1983માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. વર્લ્ડ હેરીટેજ ડે ઉજવણી અંતર્ગત રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે તા.૧૮મી એપ્રિલ ૨૦૨૪ના રોજ “વર્લ્ડ હેરીટેજ ડે એક્શિબિશન”નુ…
Read Moreજનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ નિરીક્ષક સુમિત ગજભીયેએ ડભોઈ વિધાનસભા મતદાર વિભાગની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે. જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયે એ ૧૪૦-ડભોઈ વિધાનસભા મતદાર વિભાગમાં કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ગુજરેશ્વર કુમારપાળ જૈન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતેના ઈ.વી.એમ. સ્ટ્રોંગરૂમ તથા માતૃશ્રી પરસનબેન સી. દેસાઈ ઉચ્ચતર માધ્યમિક…
Read Moreખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેના અધ્યક્ષસ્થાને ચૂંટણી ખર્ચ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર લોકસભા બેઠક માટે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાઈ તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ૨૧- છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા ખર્ચ નિરિક્ષકશ્રી સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે. છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગના એક્ષપેન્ડીચર મોનિટરિંગ સેલના તમામ અધિકારીઓની ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેના અધ્યક્ષસ્થાને અને એક્ષપેન્ડીચર મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારની ઉપસ્થિતિમાં ચૂંટણી…
Read Moreજામનગરના ફરાર આરોપીને કોર્ટમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની મેન્ટલ હોસ્પિટલના આરોપી ડૉ.હેમંત કુમાર સુરેન્દ્રરાય બૂચ, ઉ.વ.૭૧ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૬૧ તથા ધી પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ ૫(૨) હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે અથવા ગુન્હો કર્યો હોવાનો શક છે તે ઉપરથી કાઢવામાં આવેલાં ધરપકડ વોરંટ પર એવા શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી તે સદરહુ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા સ્પેશિયલ જજ તથા એડિશનલ સેસન્સ જજ જામનગર સમક્ષ હાજર થવા જહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
Read Moreપ્રથમ વખત મતદાન કરી રહેલ જામનગરની વિદ્યાર્થિનીઓની યુવાઓને મતદાન કરવા અપીલ
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થાય તે પ્રકારે મતદાન જાગૃતિ લાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી. કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કામગીરી કરાઇ રહી છે. ત્યારે જામનગરની ડિ.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની વિદ્યાર્થિની ફિઝા માડકીયાને 18 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ વખત મતદાન કરી રહી છે. તેણી જણાવે છે કે હું પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહી હોવાથી ઉત્સુક છું. મારા દેશ માટે હું મત આપવા જઇ રહી છું. તેમજ…
Read More