જામનગરના ફરાર આરોપીને કોર્ટમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગરની મેન્ટલ હોસ્પિટલના આરોપી ડૉ.હેમંત કુમાર સુરેન્દ્રરાય બૂચ, ઉ.વ.૭૧ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૬૧ તથા ધી પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ ૫(૨) હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે અથવા ગુન્હો કર્યો હોવાનો શક છે તે ઉપરથી કાઢવામાં આવેલાં ધરપકડ વોરંટ પર એવા શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી તે સદરહુ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા સ્પેશિયલ જજ તથા એડિશનલ સેસન્સ જજ જામનગર સમક્ષ હાજર થવા જહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment