ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0: સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની કડક કાર્યવાહી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

🔹 ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

🔹 913 ‘મ્યૂલ એકાઉન્ટ્સ’ ટ્રેસ કરાયા

🔹 565 FIR અને 638 ગુનેગારોની ધરપકડ

શું છે મ્યૂલ અકાઉન્ટ?

મ્યૂલ એકાઉન્ટ એવા બેંક એકાઉન્ટ છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાં મેળવવા, ટ્રાન્સફર કરવા અને લૉન્ડરિંગ કરવા માટે કરે છે. જે વ્યક્તિ આ એકાઉન્ટ ધરાવે છે તેને “મની મ્યૂલ” તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દે છે. ગુજરાત પોલીસે આવા મ્યૂલ અકાઉન્ટની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જ આ ઓપરેશન ચલાવ્યું છે. મ્યૂલ અકાઉન્ટ જાણી જોઈને અથવા અજાણતા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

Related posts

Leave a Comment