કલેકટર સુ. સુરભી ગૌતમના અધ્યક્ષ સ્થાને પ્રગતિ પથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા જન કલ્યાણ શિબિરના આયોજન અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ 

    દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રગતિ પથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા જન કલ્યાણ શિબિર યોજનાના આયોજન કરવા બાબતે કલેકટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન પ્રગતિ પથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા જન કલ્યાણ શિબિર યોજનાના આયોજન કરવા બાબતે નોડલ અધિકારીશ્રીઓએ કરવાની થતી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. 

આગામી તારીખ ૮ જૂન થી ૧૪ જૂન સુધી પ્રગતિ પથ યાત્રા તથા વિકસિત ભારત સંકલ્પ સંમેલનને આયોજન જિલ્લા કક્ષાએ તેમજ જન કલ્યાણ શિબિરનું આયોજન તારીખ ૧૨ જૂન થી ૨૦ જૂન સુધી થનાર હોઈ એ બાબતે માર્ગદર્શન સહિત જરૂરી સૂચના આપવામાં આવી હતી.

આ નિમિત્તે કલેકટર દ્વારા તમામ નોડલ અધિકારીઓને આ આયોજનમાં પ્રાથમિક સહિત તમામ તૈયારીમાં સુચારુ રીતે આયોજન થાય એ માટે અપાઈ સૂચના આપવામાં આવી હતી.

આ દરમ્યાન પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી, અગ્રણીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ તેમજ વર્ચ્યઅલ માધ્યમ થકી પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ચીફ ઓફિસરઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment