હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 (સંસ્કૃત પ્રથમા) તથા ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા) ની પૂરક પરીક્ષા-2026 આગામી તા.11/06/2026 થી શરૂ થનાર છે. આ પરીક્ષા માટેના પ્રવેશપત્ર (હોલટિકિટ) તા.01/06/2026 ના રોજ બપોરે 15:00 કલાકથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ (ધોરણ-10 માટે ssc.gsebht.in, વિજ્ઞાન પ્રવાહ માટે sci.gsebht.in અને સામાન્ય પ્રવાહ માટે gen.gsebht.in અથવા gseb.org) પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
Read MoreDay: June 1, 2026
ITIના તાલીમાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર!
હિન્દ ન્યુઝ, ગાંધીનગર GSEB દ્વારા ITIના તાલીમાર્થીઓની અંગ્રેજી (013) વિષયની પૂરક પરીક્ષા તા. 15/06/2026ના રોજ બપોરે 03:00 થી 06:15 વાગ્યે યોજાશે. આ પરીક્ષાની હોલ ટિકિટ 01/06/2026થી બોર્ડની વેબસાઇટ (gseb.org) પરથી ડાઉનલોડ કરવાની રહેશે, જેને ITIના આચાર્યઓએ ડાઉનલોડ કરી, ફોટો અને સહી-સિક્કા કરીને તાલીમાર્થીઓને આપવાની રહેશે. હોલ ટિકિટમાં કોઈ ભૂલ જણાય તો 3 દિવસમાં બોર્ડની ગાંધીનગર કચેરીનો સંપર્ક કરવો.
Read Moreનાગરિક સેવાઓને હવે વધુ સરળ અને પારદર્શક બનાવવાનો અભિગમ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે; કાયદા વિભાગે નવું ફોર્મેટ જાહેર કર્યું આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જન સેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઇન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂરિયાત નક્કી થયેલી નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં પ્રી-મોન્સૂન સજ્જતા અંગે પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને પ્રી-મોન્સૂન કામગીરી, આરોગ્ય વિભાગની સજ્જતા અને પાણી પુરવઠાની વ્યવસ્થા અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેકટર કચેરીના વીસી ખંડ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારીમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને તાકીદ કરતા જણાવ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ અધિકારીઓએ પ્રત્યક્ષ ફિલ્ડમાં જઈ સ્થળ નિરીક્ષણ કરવું. મંત્રીશ્રીએ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચકાસણી કામગીરીને વધુ સઘન બનાવવા અને તંત્રને હાઈ-એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન…
Read Moreઅમદાવાદ ખાતે યોજાનારી મોર્ડન પેન્થાથલોન નેશનલ ચેમ્પિયનશીપમાં સુરતના ૧૧ ખેલાડીઓ દાવેદારી નોંધાવશે
હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત મોર્ડન પેન્થાથલોન એસોસિએશન દ્વારા આગામી તા.૩૧ મે થી ૦૪ જૂન ૨૦૨૬ દરમિયાન અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાનારી ‘૧૫મી બાયથલ(Biathle) અને ટ્રાયથલ(Triathle) નેશનલ ચેમ્પિયનશીપ-૨૦૨૬’માં સુરતના ૧૧ ખેલાડીઓ ભાગ લેશે. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં સુરત મહાનગરપાલિકા સંચાલિત રુસ્તમપુરા સ્વિમિંગ પુલ ખાતે તૈયારી કરી રહેલા સ્પર્ધકોમાં અંડર-૧૧ ભાઈઓમાં નિવાન શાહ અને બહેનોમાં હ્રીધા પટેલ, અંડર-૧૩ ભાઈઓમાં મયંક રાજપુત, રુદ્ર સેઇલર અને બહેનોમાં લીઝા પટેલ તેમજ અંડર-૧૫ ભાઈઓમાં સંયમ ખલાસી, આરવ સેઇલર, આનંદ દેસાઇ, પાર્થ પટેલ, રાજવીર સારંગ અને બહેનોમાં ક્રીશા ઝરોડીયા, પ્રિયાંશી પટેલ સુરતનું ગૌરવ વધારશે.
Read Moreઓપરેશન મ્યૂલ હન્ટ 1.0: સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની કડક કાર્યવાહી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ 🔹 913 ‘મ્યૂલ એકાઉન્ટ્સ’ ટ્રેસ કરાયા 🔹 565 FIR અને 638 ગુનેગારોની ધરપકડ શું છે મ્યૂલ અકાઉન્ટ? મ્યૂલ એકાઉન્ટ એવા બેંક એકાઉન્ટ છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાં મેળવવા, ટ્રાન્સફર કરવા અને લૉન્ડરિંગ કરવા માટે કરે છે. જે વ્યક્તિ આ એકાઉન્ટ ધરાવે છે તેને “મની મ્યૂલ” તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દે છે. ગુજરાત પોલીસે આવા મ્યૂલ અકાઉન્ટની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જ આ ઓપરેશન…
Read Moreકલેકટર સુ. સુરભી ગૌતમના અધ્યક્ષ સ્થાને પ્રગતિ પથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા જન કલ્યાણ શિબિરના આયોજન અંગે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રગતિ પથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા જન કલ્યાણ શિબિર યોજનાના આયોજન કરવા બાબતે કલેકટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન પ્રગતિ પથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા જન કલ્યાણ શિબિર યોજનાના આયોજન કરવા બાબતે નોડલ અધિકારીશ્રીઓએ કરવાની થતી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આગામી તારીખ ૮ જૂન થી ૧૪ જૂન સુધી પ્રગતિ પથ યાત્રા તથા વિકસિત ભારત સંકલ્પ સંમેલનને આયોજન જિલ્લા કક્ષાએ તેમજ જન કલ્યાણ શિબિરનું આયોજન તારીખ ૧૨ જૂન થી…
Read Moreજામનગરમાં ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ દ્વારા જનજાગૃતિ અંગેના વ્યાપક કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ
હિન્દ ન્યુઝ, જામનગર દર વર્ષે ૩૧ મેના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે આ દિવસની ખાસ થીમ “Unmasking the Appeal – Countering Nicotine and Tobacco Addiction” રાખવામાં આવી છે. આ વૈશ્વિક ઝુંબેશનો હેતુ તમાકુ ઉદ્યોગની ભ્રામક યુક્તિઓને ખુલ્લી પાડવાનો છે, જેના દ્વારા તેઓ યુવા પેઢીને આકર્ષિત કરે છે. આંકડા દર્શાવે છે કે તમાકુ ઉદ્યોગની હાનિકારક અસરોથી લાંબા ગાળે તેના લગભગ ૫૦% વપરાશકર્તાઓ મૃત્યુ પામે છે, જેથી આ ઉદ્યોગને પોતાનો વેપાર અને નફો ચાલુ રાખવા માટે દર દાયકામાં લાખો નવા ગ્રાહકો ઉમેરવાની ફરજ…
Read Moreનાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ભારતની સમુદ્રી ખાદ્ય નિકાસ US $ ૮.૪૬ બિલિયન સુધી પહોંચી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વૈશ્વિક પડકારો હોવા છતાં ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૯,૭૨,૦૧૮ મેટ્રિક ટન (MT) સમુદ્રી ખાદ્ય પદાર્થોની નિકાસ કરી, જેનું કુલ મૂલ્ય ₹૭૩,૮૯૦.૪૬ કરોડ (US $ ૮.૪૬ બિલિયન) રહ્યું છે. મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA) ના અધ્યક્ષ પી. જવાહરના જણાવ્યાનુસારઆ નિકાસ માત્રા અને મૂલ્ય બંને દ્રષ્ટિએ અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. ફ્રોઝન શ્રિમ્પ નિકાસમાં સૌથી મોટું ઉત્પાદન રહ્યું, જ્યારે અમેરિકા અને ચીન ભારતીય સમુદ્રી ખાદ્યના મુખ્ય આયાતકાર તરીકે રહ્યા છે. ફ્રોઝન શ્રિમ્પ સમુદ્રી ખાદ્ય નિકાસમાં અગ્રેસર રહ્યું અને તેમાંથી ₹૪૯,૦૩૭.૯૩ કરોડ (US $ ૫,૬૨૪.૪૮…
Read Moreવડાપ્રધાનના કાર્યકાળના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત થનાર ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, ‘પ્રગતિપથ યાત્રા’ તેમજ ‘જન કલ્યાણ શિબિર’ અંગે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે તા. ૦૫ જૂન થી તા. ૨૧ જૂન ૨૦૨૬ દરમિયાન જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, ‘પ્રગતિપથ યાત્રા’ તેમજ ‘જન કલ્યાણ શિબિર’ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે. સામૂહિક વિકાસને પ્રોત્સાહન મળે તથા વિકસિત ભારતના સંકલ્પને વ્યાપક લોકસહભાગિતા પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. નાગરિકોની સહભાગીદારી સાથે આગામી સમયમાં જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, ‘પ્રગતિપથ યાત્રા’ તેમજ ‘જન કલ્યાણ શિબિર’ યોજવા અંગેની બેઠક ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે…
Read More