નાગરિક સેવાઓને હવે વધુ સરળ અને પારદર્શક બનાવવાનો અભિગમ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે; કાયદા વિભાગે નવું ફોર્મેટ જાહેર કર્યું

આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જન સેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઇન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂરિયાત નક્કી થયેલી નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને માત્ર ‘સ્વઘોષણા’ની સરળ પ્રક્રિયા પૂર્વનિર્ધારિત રીતે જ ચાલુ રહેશે. ત્યાં સોગંદનામું ફરજિયાત કરવામાં આવ્યું નથી.

કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ફોર્મેટને નાગરિકોની સરળતા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે.

 

 

 

Related posts

Leave a Comment