હિન્દ ન્યુઝ, દાહોદ
ગુજરાત રાજ્યમાં આગામી તારીખ ૨૮/૦૭/૨૦૨૬, મંગળવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાં દેવગઢ બારીઆ નગરપાલિકાની ચૂંટણી પણ સમાવિષ્ટ છે.
આ ચૂંટણી પ્રક્રિયામાં દાહોદ જિલ્લામાં કામ કરતા સ્થાનિક કામદારો તેમજ દાહોદ ખાતે નોકરી કે ધંધા અર્થે વસવાટ કરતા અને અન્ય જિલ્લાના મતદાર હોય તેવા કર્મચારીઓ પોતાનો મતાધિકાર મુક્તપણે વાપરી શકે તે હેતુથી ખાસ રજાની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તેમજ સંબંધિત નિયમો હેઠળ દાહોદ જિલ્લા વિસ્તારમાં આવેલી તમામ:
* સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેંકો
* રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ આપતી કચેરીઓ (જેમ કે રેલવે, ટેલિફોન, તાર, પોસ્ટ, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ વગેરે)
* તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, હોટલો અને ઔદ્યોગિક એકમો (ફેક્ટરીઓ)
તમામ સંસ્થાઓ અને કચેરીઓના વડાઓ/માલિકોને જણાવાયું છે કે, તેમણે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ સંબંધિત તમામ કર્મચારીઓ અને શ્રમયોગીઓને મતદાનના દિવસે પોતાના વતનના વિસ્તારમાં મતદાન કરવા જવા માટે ખાસ/પગાર(Paid) રજા ફાળવવાની રહેશે. તેમ સરકારી શ્રમ અધિકારી, દાહોદ દ્વારા જણાવાયું છે.
