હવામાન વિભાગની આગાહી : ડાંગનો ગ્રીન ઝોનમાં સમાવેશ

હિન્દ ન્યુઝ, ડાંગ 

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે તા. ૨૮મી જુલાઈ, ૨૦૨૬ ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યે હવામાનની વિગતો (Nowcast) જાહેર કરવામાં આવી છે.

આ આગાહી મુજબ, ગુજરાત રાજ્યના કેટલાક ચોક્કસ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ (< 5 mm/hr) થવાની સંભાવના છે. આ સાથે હળવી ગાજવીજ અને પવનની ઝડપ પ્રતિ કલાકે ૪૦ કિમીથી ઓછી (ઝોક સાથે) રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાનુજબ ડાંગ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરાયો છે. 

અસરગ્રસ્ત જિલ્લાઓ અને વિસ્તારો જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા અને નગરનો યલો ઝોનમાં સમાવેશ કરાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા 30% થી ઓછી (Low Probability) રહેલી છે.

નાગરિકોને સામાન્ય સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવા વિનંતી કરવામાં આવી છે.

Related posts

Leave a Comment