હિન્દ ન્યુઝ, બોટાદ
ગુજરાત રાજ્યમાં યોજાયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ની મતગણતરી તા.૮ ડિસેમ્બરના રોજ યોજાશે. ત્યારે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણીની મતગણતરી બોટાદની મોડલ સ્કુલ ખાતે હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાની બંન્ને બેઠકોની મતગણતરીની પ્રક્રિયા શાંતિ અને સલામતી સાથે સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે.