હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી.
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટર આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા.
ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રી બેન જરુ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Advt.