બાગાયત ખાતાની નવી યોજનાઓની સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   ભાવનગર જીલ્લાના બાગાયતદરોને જણાવવાનું કે બાગાયત ખાતા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં ‘શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના’, ‘ફળપાકોના (આંબા તથા લીંબુ પાકના) જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના’ તથા ‘પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ એમ કુલ ત્રણ યોજનાઓ નવી બાબત તરીકે મંજુર થયેલ હોય’ જેમાં લાભ લેવા માંગતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૪/૦૬/૨૦૨૪ થી તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે જે માટેની ઓનલાઇન અરજીઓ

http://www.ikhedut.gujarat.gov.in

વેબસાઇટ પરથી કરી શકાશે,તો રસ ધરાવતાં તમામ ખેડુત મિત્રોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે તેમજ ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ તથા જરૂરી સાધનિક કાગળો (૭-૧૨,૮-અ, આધાર કાર્ડ,બેંક પાસબુક,) સાથે દિન-૭ માં નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને રૂબરૂ અથવા ટપાલ દ્વારા જમા કરવાની રહેશે તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂમાં અથવા ફોન નંબર ૦ર૭૮-ર૪ર૦૪૪૪ પર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.


Advt.

Related posts

Leave a Comment