હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં સરકારી વહીવટને વધુ પારદર્શક, ઝડપી અને પ્રજાભિમુખ બનાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની સર્વગ્રાહી મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ હળવદ મામલતદાર કચેરીની મુલાકાત દરમિયાન જનસેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર અને પુરવઠા વિભાગની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસણી દરમિયાન કચેરી ખાતે પોતાના કામ અર્થે આવેલા સ્થાનિક અરજદારો સાથે કલેક્ટરએ પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો અને કચેરીમાંથી મળતી સેવાઓ તેમજ વહીવટી પ્રક્રિયા અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા. હળવદ તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરીની મુલાકાત લઈ…
Read MoreDay: June 7, 2026
મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે વિવિધ ટ્રેડ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
હિન્દ ન્યુઝ, દાહોદ મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદના આચાર્યશ્રી અખબાર યાદીમાં જણાવે છે કે, પ્રવેશસત્ર-૨૦૨૬ માં માહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે ચાલતા ટ્રેડ જેવા કે વેલ્ડર, સુઈગ ટેકનોલોજી(શિવણ), કોસ્મેટોલોજી(બ્યુટીપાર્લર), કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ(કોપા), ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર(ડીટીપીઓ) માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તા.૨૩/૬/૨૦૨૬ સુધી ચાલુ રહેશે. ફોર્મ ભરવા માટે http//itiadmission.gujarat.gov.in ની વેબસાઈટ પર જઈને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાશે તેમજ સંસ્થા ખાતે વિના મુલ્યે પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, ઝાલોદ રોડ, દાહોદ ખાતે…
Read Moreવડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યક્રમ સંદર્ભે કલેક્ટર પી.બી.પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં ૮ થી ૨૧ જૂન દરમિયાન વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને સેવાસેતુની સેવાઓનો નાગરિકોને સ્થળ પર જ લાભ મળશે. જામનગર તા.૬ જૂન, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે તા. ૮ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન જામનગર જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કલેક્ટર કચેરી જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટરએ વિગતો આપતા જણાવ્યા હતું કે, આ…
Read Moreરાજકોટમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે રાજકોટના પૂર્વ મેયર બંગલો ખાતે નિઃશુલ્ક તુલસી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહી ઉત્સાહભેર પર્યાવરણની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તુલસી સહિતના વિવિધ રોપા, ચકલીઓના માળા, બર્ડ ફીડર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, વિનોદભાઈ પેઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણી, દંડક સંજયસિંહ રાણા, પૂર્વ દંડક મનીષભાઈ રાડિયા, જયસીયારામ મિત્ર મંડળ ના હરેશભાઈ હરિયાણી, ભરતભાઈ ભીંડે, એનિમલ હેલ્પ લાઇન ના…
Read More