હિન્દ ન્યુઝ, દાહોદ
મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદના આચાર્યશ્રી અખબાર યાદીમાં જણાવે છે કે, પ્રવેશસત્ર-૨૦૨૬ માં માહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે ચાલતા ટ્રેડ જેવા કે વેલ્ડર, સુઈગ ટેકનોલોજી(શિવણ), કોસ્મેટોલોજી(બ્યુટીપાર્લર), કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ(કોપા), ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર(ડીટીપીઓ) માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.
પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તા.૨૩/૬/૨૦૨૬ સુધી ચાલુ રહેશે. ફોર્મ ભરવા માટે http//itiadmission.gujarat.gov.in ની વેબસાઈટ પર જઈને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાશે તેમજ સંસ્થા ખાતે વિના મુલ્યે પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, ઝાલોદ રોડ, દાહોદ ખાતે રૂબરૂમાં સમ્પર્ક કરવા આચાર્યશ્રી મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ જણાવવામાં આવે છે
