હિન્દ ન્યુઝ, માંગરોળ
ચોમાસાની ઋતુમાં વાહકજન્ય અને જન્ય રોગચાળો ન ફેલાય તે માટે માંગરોળની વિવિધ ગ્રામ પંચાયતો ખાતે યુદ્ધના ધોરણે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.
ગામજનોના આરોગ્યની જાળવણી માટે હાથ ધરવામાં આવેલી મુખ્ય કામગીરી:
– ક્લોરીનેશન (Chlorination): પીવાના પાણીની શુદ્ધતા જાળવવા માટે પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશન કરવામાં આવ્યું.
– હેલ્થ ચેકઅપ (Health Check-up): ગ્રામજનો માટે સ્થળ પર જ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન.
– દવા વિતરણ (Medicine Distribution): જરૂરિયાતમંદ નાગરિકોને જરૂરી દવાઓનું વિતરણ.
– દવાનો છંટકાવ (DDT/Insecticide Spray): પાણી ભરાયેલા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાઓનો છંટકાવ કરાયો.
