વલભીપુર તાલુકાના હડમતીયા અને ખેતાટીંબી ગામે રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 17 જેટલી જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તે હેતુસર “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ચાલી રહી છે. 

જે અંતર્ગત આજરોજ વલભીપુર તાલુકાના હડમતીયા ગામે આ રથ આવી પહોંચતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને યોજનાકીય લાભો પુરા પાડવામાં આવ્યા હતા. 

ઉપરાંત વલભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામે રથ આવતા અને સાથે જ ગ્રામજનો દ્વારા રથને આવકારી ગામના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ પ્રાપ્ત કરાવ્યા હતા. ગામમાં સિદ્ધિ મેળવેલા વિદ્યાર્થીઓ સહિતના સન્માનિતોનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. ખેતાટીંબી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી યોજી હતી.

Related posts

Leave a Comment