આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી યોજાનારી પરીક્ષા સંદર્ભે ગીર સોમનાથ સહિત તમામ જિલ્લાઓ સાથે મૂલ્યાંકન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ઈંજાણ      રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી ધોરણ- ૧૦ (એસ.એસ.સી) અને ૧૨ (એચ.એસ.સી) સામાન્ય–વિજ્ઞાન પ્રવાહની નિયમિત તેમજ રિપિટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થવાની છે. આ પરીક્ષાઓની તૈયારીઓ સંદર્ભે ઈણાજ ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ વર્ચ્યુઅલ માધ્યમથી ગીર સોમનાથ સહિત તમામ જિલ્લાઓ સાથે એક મૂલ્યાંકન બેઠક યોજી હતી. કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે મંત્રી સમક્ષ પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સુચારૂ રીતે પરીક્ષા યોજાય અને વિદ્યાર્થીઓ શાંતિમય…

Read More

વડીલ વાત્સલ્ય, સહજ સંવાદ અને સાદગીના પરિચય સાથે સમરસતાની મહેક ફેલાવતા રાજ્યપાલ

હિન્દ ન્યુઝ, ચોટીલા     રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચોટીલા તાલુકાના ચાણપા ગામની મુલાકાત દરમિયાન સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. રાજ્યના પ્રથમ નાગરિક હોવા છતાં, અત્યંત સાદગીપૂર્ણ રીતે ધીરુભાઈ વાઘેલાના નિવાસસ્થાને ભાવપૂર્વક ભોજન ગ્રહણ કર્યું. રાજ્યપાલએ વાઘેલા સભ્યોના ખબર-અંતર પૂછ્યા તેમજ પિતૃતુલ્ય વાત્સલ્ય સાથે બાળકો સાથે વિશેષ સમય વિતાવ્યો-બાળકોને મન લગાવીને ભણવા અને માતા-પિતા સહિત દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા. આ પ્રસંગે ધીરુભાઈ વાઘેલાના પરિવારે રાજ્યપાલને ભારતનું સંવિધાન પુસ્તક અને શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. રાજ્યપાલએ ઉપસ્થિત સૌને જીવનમાં વ્યસનનો ત્યાગ કરવા અને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરી કુળનું…

Read More

આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ. રાજ્યના વિદ્યાર્થીઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા આ સમીક્ષા બેઠકમાં જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓને દેખરેખની ફરજ સોંપવા, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા, જાહેરનામાની પ્રસિદ્ધિ, પ્રશ્નપત્રના સ્ટ્રોંગરૂમ ખાતે હથિયારધારી પોલીસ બંદોબસ્ત,…

Read More

જિલ્લા કલેકટર એ પોતાના હાથે સાધુ સંતોને ભોજન પીરસીને તેમના આશીર્વાદ મેળવ્યા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓએ મહાશિવરાત્રીના પર્વે આજે સાંજે પોતાના હાથે સાધુ સંતોને ભોજન પીરસીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.  ભવનાથ મંદિરની જગ્યામાં જિલ્લા કલેકટરની સાથે કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓએ સાધુ સંતોને ભાવપૂર્વક ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી.  જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ મેળવવાની સાથે ભોજન કરાવવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો હતો.  તેમણે એમ પણ કહ્યું કે ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢના આંગણે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો પધારતા હોય ત્યારે ૨૫૦ જેટલા અન્ન ક્ષેત્રો લાખો ભાવિકોન…

Read More

ગાંધીનગરમાં કાશ્મીરી યુવાનોએ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાથે સંવાદ કર્યો; યુવાનો ગુજરાતના વિકાસ અને સંસ્કૃતિથી પરિચિત થયા

“વતન કો જાનો” હિન્દ ન્યુઝ, ગાંધીનગર    ભારત સરકારના “વતન કો જાનો” થીમ આધારિત કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત, કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા યુવાનોએ આજે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યુવાનોએ ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાથે વિશેષ સંવાદ કર્યો હતો. સાત દિવસીય વિશેષ કાર્યક્રમ યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રયોજિત આ કાર્યક્રમનું સંચાલન ‘મેરા યુવા ભારત’, ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે. તા.૦૯.૦૨.૨૦૨૬ થી ૧૫.૦૨.૨૦૨૬ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ, રાંધેજા ખાતે…

Read More

મહાશિવરાત્રીના મેળામાં જાણીતા અઘોરી ગ્રુપની શિવ- શક્તિની ભક્તિમય પ્રસ્તુતિઓથી શ્રોતાઓ મંત્રમુગ્ધ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં જાણીતા અઘોરી ગ્રુપે આધુનિક સંગીતના સમન્વય સાધીને શિવ- શક્તિની ભક્તિમય પ્રસ્તુતિઓ આપીને શ્રોતાઓને અને મંત્રમુગ્ધ કર્યા હતા. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ -ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર- જૂનાગઢ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમને મહાશિવરાત્રીના મેળામાં પધારેલા મોટી સંખ્યામાં પધારેલા ભાવિકોએ માણ્યો હતો. આધુનિક સંગીતના સમન્વય સાથેની આ ભક્તિમય પ્રસ્તુતિઓને માણવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ ભાવિકો સંગીત પ્રેમીઓથી ચિક્કાર ભરાઈ ગયું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, કમિશનર તેજસ પરમાર, પ્રાંત અને…

Read More