મહાશિવરાત્રીના મેળામાં જાણીતા અઘોરી ગ્રુપની શિવ- શક્તિની ભક્તિમય પ્રસ્તુતિઓથી શ્રોતાઓ મંત્રમુગ્ધ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

મહાશિવરાત્રીના મેળામાં જાણીતા અઘોરી ગ્રુપે આધુનિક સંગીતના સમન્વય સાધીને શિવ- શક્તિની ભક્તિમય પ્રસ્તુતિઓ આપીને શ્રોતાઓને અને મંત્રમુગ્ધ કર્યા હતા.

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ -ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર- જૂનાગઢ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમને મહાશિવરાત્રીના મેળામાં પધારેલા મોટી સંખ્યામાં પધારેલા ભાવિકોએ માણ્યો હતો.

આધુનિક સંગીતના સમન્વય સાથેની આ ભક્તિમય પ્રસ્તુતિઓને માણવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ ભાવિકો સંગીત પ્રેમીઓથી ચિક્કાર ભરાઈ ગયું.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, કમિશનર તેજસ પરમાર, પ્રાંત અને મેળાધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના પદાધિકારી -અધિકારી પણ સહભાગી બન્યા હતા.

Related posts

Leave a Comment