હિન્દ ન્યુઝ, હારીજ
8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવવામાં આવે છે જે અનુસંધાને આજરોજ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના હારિજ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ખાતે પ્રદેશ કોંગ્રેસ ડેલિકેટ દિનેશભાઈ ઠાકોર ના સહયોગથી આજરોજ હારીજ શહેરની અંદર આવેલ બ્રહ્મસમાજની વાડીમાં મહિલાઓનું મહિલા દિવસ નિમિત્તે એકત્રિત કરી સશક્ત બને તેવુ આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમ જ સમારોહના મુખ્ય દાતાશ્રી દિનેશભાઈ ઠાકોરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અત્રે યોજાયેલા પ્રસંગમાં સમગ્ર પાટણ જિલ્લાની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે વધુમાં મુખ્ય દાતા દિનેશભાઈ ઠાકોર દ્વારા જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી નો નારો જેવો કે લડતી હું તેમજ આ દેશના પ્રથમ આઇપીએસ અધિકારી પણ કિરણ બેદી હતા તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર પાટણ જિલ્લાની ચારે ચાર સીટો કોંગ્રેસ તરફી આવે તેવુ સમગ્ર કાર્યકર્તાઓ તેમજ આગેવાનો ને જણાવી ખભેખભા મિલાવવા જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્રે યોજાયેલી વિશ્વ મહિલા દિન નિમિત્તે મને દાતા તરીકે લાભ મળ્યો એ મારું ભાગ્ય છે એક મહિલા દ્વારા બીજી મહિલાનું સન્માન કરવું એ નારી શક્તિનું હક છે તેમ જણાવ્યું હતું તેમજ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જયાબેન સોની દ્વારા ભાજપને આડે હાથે લેતા જણાવ્યું હતું કે આ સરકારના રાજમાં બહેનો દીકરીઓ સુરક્ષિત નથી તે હમણાં તાજેતરમાં સુરતની અંદર બનેલો ગ્રીષ્મા વેકરીયા નો બનાવ સાબિત કરી બતાવે છે તેમજ અત્યારે પણ આ સરકારના રાજમાં દિનદહાડે બહેન દીકરીઓના ઘરેણા લૂંટી રહ્યા છે ત્યારે હવે આપણે સશક્ત બનવું પડશે તેમ જ હથીયાર બહેનોએ ઉઠાવવા પડશે નહી ઉઠાવી એ તો આ સરકાર ની અંદર કોઈપણ બહેન દીકરી સુરક્ષિત નહી રહે તેમ જણાવ્યું હતું અત્રે યોજાયેલી વિશ્વ મહિલા સશક્તિકરણ સમારોહ નિમિત્તે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ ડેલિકેટ દિનેશભાઈ આતાજી ઠાકોર, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, ગાયત્રીબેન વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકુંદભાઈ પટેલ, ડોક્ટર ભગવાનભાઇ પટેલ, તેમજ નગરપાલિકા મહિલા કોર્પોરેટરો તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય મહિલાઓ સહીત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : જીગર દરજી, હારીજ
