ગાંધીનગર તાલુકાના શાહપુર ગામ ખાતે સાબરમતી નદીપટ્ટમાં બિનઅધિકૃત સાદીરેતી ખનન તથા વહન પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન તથા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચનામાં ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા ગાંધીનગર તાલુકાના શાહપુર ગામ ખાતે સાબરમતી નદીપટ્ટમાં બિનઅધિકૃત સાદીરેતી ખનન તથા વહન પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ધોળાકુવા–શાહપુરને જોડતા ધોળેશ્વર મહાદેવ બ્રિજ નીચે બિનઅધિકૃત ખનન/વહનની ફરિયાદના અનુસંધાને છેલ્લા એક અઠવાડિયાથી સતત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમના ત્રણ મહિલા ખનિજ અધિકારીઓ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર કું. મેહુલા સભાયા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર દેવયાનીબા જાડેજા તથા માઈન્સ સુપરવાઈઝર કું. સગુણા…

Read More

સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત     સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ. માર્ગ અકસ્માતો અટકાવવા અને જનજાગૃતિ વધારવા પર ભાર મૂકાયો  સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.             શાળા- કોલેજોના વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. 

Read More

જામનગર જિલ્લામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ચેલા તથા અલીયાબાડા ખાતે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, જામનગર      દેશને ટીબી મુક્ત કરવાના લક્ષ્યાંક સાથે જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શ્રીમતી મોતીબેન ખીમજી રામજી માલદે હાઇસ્કુલ, ચેલા અને ANM FHW ટ્રેનીંગ સ્કુલ, અલીયાબાડા ખાતે ટીબી રોગ અંગે માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં નિષ્ણાતો દ્વારા જણાવાયું હતું કે ક્ષય એ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે અને હવા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી કે જો…

Read More

રાજ્યના તમામ ધરતીપુત્રોને ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની હાર્દિક શુભેચ્છાઓ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 👉🏻 ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડતી કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 17000થી વધુ ગામોને આવરી લેવાયા 👉🏻 રાજ્યમાં ‘સૌની યોજના’ અને ‘સુજલામ સુફલામ યોજના’ના પરિણામે ખેતીલાયક જમીનમાં ધરખમ વધારો થયો 👉🏻 રાજ્યના 27 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે કૃષિ વિકાસ દરમાં દેશના અગ્રીમ હરોળના રાજ્યોમાં સ્થાન મેળવ્યું : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

Read More

આહવા ઔધ્યોગિક તાલીમ સંસ્થા ખાતે બહેનો માટે ક્રાફ્ટ વર્કશોપનું આયોજન

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લાના આહવા ઔધ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આજરોજ પ્રાંત અધિકારી સુ કાજલ આંબલિયાના અધ્યક્ષસ્થાને આહવા ITI અને લક્ષ્ય ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે આયોજીત વર્કશોપનો શુંભારંભ કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે પ્રાંત અધિકારી સુ કાજલ આંબલિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતના પગભર બનાવવાનો છે. આ અભિયાનનાં ભાગરૂપે આજે ITI માં અભ્યાસ કરતી બહેનો જે ભણતરની સાથે સ્વરોજગારી મેળવાં પ્રયત્નશીલ બને તેમજ સ્ત્રી સશક્તિકરણ દ્વારા સ્વ ને જાગૃત કરી સ્વદેશીને…

Read More