અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કામગીરી કરતું ગાંધીનગર જિલ્લા તંત્ર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ, ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ, ગાંધીનગર જીલ્લાની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા,ગાંધીનગર જીલ્લાનાં માણસા તાલુકાનાં માધવગઢ ગામે ખાતેથી પસાર થતી, સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ આશરે ૦૧:૩૦ કલાકે આકસ્મિક તપાસ હાથ ધરતા,સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં ૦૨ હિટાચી મશીન, ૦૨ નાવડી તથા ૦૯ ડમ્પરો મળી કુલ ૧૩ મશીન/વાહનો/નાવડીઓ સીઝ કરવામાં આવ્યા હતાં.     આમ કુલ 13 વાહનો સાથે આશરે કુલ ૩.૭૬ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તથા…

Read More

ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પુરજોશમાં, ગણતરીનો તબક્કો તા. 11 ડિસેમ્બર સુધી ચાલશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ; દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં 100% ડિજિટાઈઝેશન સંપન્ન આ કામગીરીમાં 93.14% ગણતરી ફોર્મના ડિજિટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે ગણતરી દરમિયાન રાજ્યભરમાં 15.58 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા, જ્યારે 4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. સાથોસાથ 21.86 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે, તદુપરાંત 2.68 લાખથી વધુ મતદારો રીપિટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું.

Read More

રાજકોટની આત્મીય વિદ્યાલય ખાતે ભગવત ગીતાનું પૂજન, શ્લોક તેમજ ગીતા ગ્રંથ પ્રદર્શની, ગીતા શ્લોકાંત સમીક્ષા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટની આત્મીય વિદ્યાલય ખાતે મેયર નયનાબેન પેઢડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલની અધ્યક્ષતામાં ભગવત ગીતાનું પૂજન, શ્લોક તેમજ ગીતા ગ્રંથ પ્રદર્શની, ગીતા શ્લોકાંત સમીક્ષા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.      કાર્યક્રમના પ્રારંભે ઓમ નાદ બ્રહ્મ, ગીતાના શ્લોકના પઠન, શિવ તાંડવ, કાલભૈરવમ સ્તુતિ, મહાભારતના યુદ્ધ પૂર્વેના શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ રજૂ કર્યા હતા.      આ તકે રાજકોટમાં યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં સહભાગી થયેલી શાળાઓને મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. સંસ્કૃત ગ્રંથનું પ્રદર્શન યોજાયું હતું.      કાર્યક્રમના મુખ્ય…

Read More

 મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ

હિન્દ ન્યુઝ, ગુજરાત    2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ. ગણતરી ફોર્મના ડિજિટાઈઝેશનની કામગીરી પુરજોશમાં, 91.41% ડિજિટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે. ગણતરી દરમિયાન રાજ્યભરમાં 14.16 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા જ્યારે 2.88 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. 18 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું, તદુપરાંત 2.26 લાખથી વધુ મતદારો રિપિટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું.

Read More

ગુજરાતની નીતિ ઘડતરમાં સહભાગી થવાની સુવર્ણ તક…

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ‘વિકસિત ગુજરાત @ 2047’ના લક્ષ્ય સિદ્ધ કરવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો મંગાવાઈ; બિન-શૈક્ષણિક વ્યક્તિઓ અને સંસ્થાઓ આગામી તા. 15 ડિસેમ્બર સુધીમાં GRITની વેબસાઈટ પર અરજી કરી શકશે.      વિવિધ વિકાસ કાર્યો સાથે સંબંધિત દરખાસ્તો GRITની અધિકૃત વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન રજૂ કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા GRITની વેબસાઇટ: https://grit.gujarat.gov.in/Home/NonAcademic પર મળી રહેશે.

Read More

નર્મદા જિલ્લામાં ૪ અને ૫ ડિસેમ્બરે સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન

હિન્દ ન્યુઝ, નર્મદા     રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નર્મદા દ્વારા સંચાલિત જિલ્લાકક્ષાની સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન આગામી તા. ૪-૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ કરવામાં આવ્યું છે. સ્પે. ખેલમહાકુંભ અંતર્ગત માનસિક ક્ષતિગ્રસ્ત (MR), અંધજન (Blind), શ્રવણ મંદ-શ્રતિવાળા (Deaf) ભાઈઓ-બહેનો માટેની રમત સ્પર્ધાઓ તા. ૦૪/૧૨/૨૦૨૫ના રોજ તથા શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) ખેલાડીઓ માટેની સ્પર્ધાઓ તા. ૦૫/૧૨/૨૦૨૫ના રોજ જિલ્લા રમત સંકુલ (ધાબા ગ્રાઉન્ડ), રાજપીપલામાં યોજાશે.  નર્મદા જિલ્લાના તમામ શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), માનસિક ક્ષતિગ્રસ્ત (MR), અંધજન…

Read More

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી; કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા

હિન્દ ન્યુઝ, નર્મદા       ગુજરાતની જીવાદોરી સમાન ‘નર્મદા યોજના’ એ સરદાર પટેલની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ; ‘સરદાર સરોવર-નર્મદા યોજના’નો વિચાર સરદાર પટેલના મનમાં ઉદ્ભવ્યો હતો. સરદાર પટેલે નર્મદા યોજનાને રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસાવવાનું વિચાર્યું હતું જેથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનને તેનો લાભ મળે; સરદાર પટેલના આદેશથી વર્ષ 1947-48માં નર્મદા નદી પર બંધ બાંધવા માટેનો પ્રથમ સર્વે શરૂ થયો. સરદાર પટેલના મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે તા. 17 સપ્ટેમ્બર, 2017ના રોજ રાષ્ટ્રને અર્પણ કરાઈ.

Read More

સરદાર@૧૫૦ : કરમસદથી કેવડિયા સુધી સરદારની ગાથા ગુંજશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા      નર્મદા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીને સમર્પિત સરદાર@૧૫૦ થીમ હેઠળ ચાલી રહેલી રાષ્ટ્રીય યુનિટી માર્ચ ૩ ડિસેમ્બરના રોજ પોઈચા ધામ ખાતે પહોંચશે. આ અવસરે જિલ્લામાં સરદાર સાહેબના જીવનમૂલ્યો, રાષ્ટ્રનિર્માણ અને એકતા-અખંડતા વિષે જનજાગૃતિ વધે તે માટે બે વિશેષ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બિહાર રાજ્યના માન. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની વિશેષ ઉપસ્થિતિમાં તા. ૪ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે રાજપીપલાની પુરાણી ક્રિકેટ એકેડમી ખાતે “સમાજ સુધારક સરદાર” વિષયક વ્યાખ્યાનનું આયોજન છે, જેમાં રાજ્યપાલશ્રી આરિફ મોહમ્મદજી સરદાર પટેલના સામાજિક સુધારાના કાર્યો પર પ્રકાશ…

Read More

મહિલા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતા પ્રાદેશિક મેળાઓ સતત નવા આયામો સર્જી રહ્યા છે

હિન્દ ન્યુઝ,       સોમનાથ ખાતે યોજાયેલ સરસ મેળાની મુલાકાતે આવેલા હંસાબેન સોલંકીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, સિટીમાં પણ ન મળતી વસ્તુઓ આ સરસ મેળામાં મળી જાય છે. સખી મંડળની બહેનો દ્વારા પોતાના હાથે બનાવેલી અવનવી વસ્તુઓની પરિવાર સાથે ખરીદી કરી. રાજ્ય સરકારનો આભાર કે મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટે વિનામૂલ્યે એક જ જગ્યાએ વિવિધ વસ્તુઓના સ્ટોલ ઉપલબ્ધ કરાવે છે, જેથી એક જગ્યા પરથી વિવિધ વસ્તુઓની ખરીદી કરી શકાય : હંસાબેન

Read More

વાઈબ્રન્ટ ગુજરાત થકી સૌરાષ્ટ્ર એક ઇનોવેશન-ડ્રિવન ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તરીકે વિકસવા માટે તૈયાર

હિન્દ ન્યુઝ, રાજકોટ      વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી અનેક સ્વદેશી કંપનીઓ રાઇઝિંગ સ્ટાર તરીકે ઉભરી આવી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે આગવી ઓળખ ધરાવતું રાજકોટનું હવે વધુ એક ક્ષેત્રે એરોસ્પેસ અને સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરતુ શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ આગામી સમયમાં એરોસ્પેસ ક્ષેત્રે ઊંચી ઉડાન ભરવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી અપનાવો’, ‘મેક ઈન ઈન્ડીયા’, ‘આત્મનિર્ભર ભારત’ના અભિયાનની ભાવનાને ખરા અર્થમાં શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ LLP પ્રતિબિંબિત કરે છે. જે સ્થાનિક ક્ષમતાને વર્લ્ડ-ક્લાસ ઔદ્યોગિક શ્રેષ્ઠતામાં રૂપાંતરિત કરે છે. વાઈબ્રન્ટ ગુજરાત થકી સૌરાષ્ટ્ર એક ઇનોવેશન-ડ્રિવન ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તરીકે…

Read More