હિન્દ ન્યુઝ, ભાવનગર
2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ; દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં 100% ડિજિટાઈઝેશન સંપન્ન
આ કામગીરીમાં 93.14% ગણતરી ફોર્મના ડિજિટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 15.58 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા, જ્યારે 4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. સાથોસાથ 21.86 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે, તદુપરાંત 2.68 લાખથી વધુ મતદારો રીપિટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું.
