રાજકોટની આત્મીય વિદ્યાલય ખાતે ભગવત ગીતાનું પૂજન, શ્લોક તેમજ ગીતા ગ્રંથ પ્રદર્શની, ગીતા શ્લોકાંત સમીક્ષા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ

     રાજકોટની આત્મીય વિદ્યાલય ખાતે મેયર નયનાબેન પેઢડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલની અધ્યક્ષતામાં ભગવત ગીતાનું પૂજન, શ્લોક તેમજ ગીતા ગ્રંથ પ્રદર્શની, ગીતા શ્લોકાંત સમીક્ષા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

     કાર્યક્રમના પ્રારંભે ઓમ નાદ બ્રહ્મ, ગીતાના શ્લોકના પઠન, શિવ તાંડવ, કાલભૈરવમ સ્તુતિ, મહાભારતના યુદ્ધ પૂર્વેના શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ રજૂ કર્યા હતા.

     આ તકે રાજકોટમાં યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં સહભાગી થયેલી શાળાઓને મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. સંસ્કૃત ગ્રંથનું પ્રદર્શન યોજાયું હતું.

     કાર્યક્રમના મુખ્ય ભાગરૂપે ૧૫૦થી વધુ છાત્રોએ સંસ્કૃતમાં ગીતાના શ્લોકનું પઠન કર્યું હતું. છાત્રો દ્વારા બોલાયેલા ગીતાના શ્લોકની સમજણની સમીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છાત્રોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment