હિન્દ ન્યુઝ, ધરમપુર ધરમપુરના વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર પૂ. શરદભાઈ વ્યાસ (દાદા) ના પવિત્ર ધામ વ્યાસ તીર્થ ખાતે વેદ વ્યાસજીના મંદિરનું ભવ્ય અને ભાવસભર શ્રોતાર્પણ સમારોહ યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે પરમ પૂજ્ય શ્રી મોરારિબાપુના કરકમળોથી શ્રી વેદ વ્યાસજીની પ્રતિમાનું વિધિવત પૂજન કરી વ્યાસ તીર્થને જનસામાન્ય માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પૂજ્ય મોરારિબાપુના આગમન સાથે સમગ્ર ધરમપુર વિસ્તાર આધ્યાત્મિક આનંદોલનમાં તરબોળ બની ગયો હતો. પોતાના આશીર્વચનમાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે, “આ કળિયુગ નથી, કથાયુગ છે. કથા વગર આ જગત ચાલી શકે નહીં.” તેમણે શરદભાઈ વ્યાસના આધ્યાત્મિક યોગદાનને બિરદાવતાં…
Read MoreDay: December 15, 2025
તા.૧૩ ડિસેમ્બરના રોજ દૈનિક કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, રાજકોટ જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન (Segregated Today, Shine Tomorrow)” અંતર્ગત તા.૧૩ ડિસેમ્બરના રોજ દૈનિક કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં GVP, વાણિજ્ય વિસ્તારો, રહેણાંક વિસ્તારો, સ્લમ વિસ્તારો,ફુટપાથ તેમજ પબ્લિક ટોઇલેટ અને ડોર ટુ ડોર કચરો એકઠો કરતા વાહનોની સફાઇ કરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ રાખવાથી શહેરની શોભા વધે છે. સાથે સાથે શહેરનાં વિસ્તારો સ્વચ્છ હોવાથી રોગચાળો ફેલાવાનો ભય પણ રહેતો નથી. જ્યા ત્યા કચરો ન કરવા તથા શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા નગરપાલિકા દ્વારા લોકોને અપીલ પણ કરાઈ હતી.
Read Moreમાંડવી તાલુકાના પીપલવાડા ગામે પશુપાલનમાં સ્વચ્છ ઉત્પાદન અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, માંડવી માંડવી તાલુકાના પીપલવાડા ગામે પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પશુપાલન ગોષ્ઠી તથા ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગોષ્ઠીમાં ડૉ. સુનિલકુમાર પ્રજાપતિએ પશુપાલકોને પશુપાલનમાં સ્વચ્છ દૂધ ઉત્પાદનનું મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત પશુની જાત સુધારણા માટે લિંગીકૃત વીર્યના ઉપયોગ અંગે ભલામણ કરી હતી. પશુની ઓલાદ સુધારણા માટે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી વિષે વિસ્તૃત માહિતી આપી પશુપાલકોને માહિતગાર કર્યા હતા.આ ઉપરાંત ડૉ. સચિન કુમાર કલાસવાએ પશુ આહારમાં દાણનો ખર્ચ ઘટાડવા માટે એઝોલા નામની જલીય વનસ્પતિના ઉપયોગ અંગે પણ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું…
Read Moreઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે ખેડુતોએ તકેદારીના પગલાઓ લેવા અનુરોધ
હિન્દ ન્યુઝ, સુરત ધઉંના ઉભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા ખેડુતોએ તકેદારીના પગલાઓ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ધઉંના પાકમાં મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (કાયસોપલ) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર…
Read Moreસુરત જિલ્લા પ્રભારી સચિવ ડો.રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક મળી
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા પ્રભારી સચિવ ડો.રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં સુરત જિલ્લાની વિધાસભાના ઈ.આર.ઓ. સાથે તથા રાજકીય પક્ષો સાથે એસ.આઈ.આર. (ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ) અંતર્ગત તબક્કાવાર સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં એસ.આઈ.આર. અંતર્ગત સુરત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અંગે PPT પ્રસ્તુતિ દ્વારા સચિવને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં મળેલા મતદારો ગણતરીફોર્મનું ડિઝીટાઈઝેશન, મતદારોનું મેપિંગ, કેટલા ગણતરી ફોર્મ પર મળ્યા નથી. ઉપરાંત મૃત્યુ પામેલ મતદારો, સ્થળાંતર અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ…
Read Moreમેદસ્વિતા ઘટાડવા માટે લીંબુ-મધનું પાણી સરળ ઘરેલું ઉપાય
હિન્દ ન્યુઝ, દાહોદ મેદસ્વીપણું ઘટાડવા માટે લીંબુનું શરબત અને મધનું સેવન એક લોકપ્રિય અને સરળ ઘરેલું ઉપાય માનવામાં આવે છે. સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં લીંબુનો રસ અને એક ચમચી મધ નાખીને પીવાથી શરીરની ઘણી સિસ્ટમો વધુ સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને વેગ આપે છે. તેમાં હાજર સાઇટ્રિક એસિડ પાચનમાં સુધારો કરે છે અને શરીરમાંથી હાનિકારક ઝેરીલા તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય…
Read Moreગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ આહવા ખાતે મુખ્ય માર્ગમાં નવ નિર્મિત થનાર સીસી રોડના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા આજરોજ આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા હાથ ધરાનાર મજબૂતીકરણ માટેનો સીસી રોડ, જે વઘઈ આહવા રોડ કી.મી ૫૯/૬ થી ૯૪/૨ ( વર્કિંગ સેક્શન – ૯૩/૦ થી ૯૪/૨ ) આશરે ૧ કિમી જેની વહીવટી રકમ રૂપિયા ૫ કરોડના ખર્ચે નવ નિર્મિત થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ચોમાસામાં રસ્તા પરના પાણીનો નિકાલ થાય, રોડમાં ગટર લાઇન ઉભી કરી શકાય, તેમજ મુખ્ય…
Read More“સંત નિરાંકારી ચેરિટેબલ ફાઉન્ડેનશન” દિલ્હીના બોરેડી બ્રાંચ દાહોદ ઝોન દ્વારા નવાગામ ખાતે ૪૩ મો રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, દાહોદ “સંત નિરાંકારી ચેરિટેબલ ફાઉન્ડેનશન” દિલ્હી બ્રાન્ચ બોરેડી દાહોદ ઝોન દ્વારા નવાગામ ખાતે ૪૩ મો વિશાળ રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો હતો. ઉક્ત કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત દાહોદના માર્ગદર્શન હેઠળ જિલ્લા એન. સી ડી સેલ દ્વારા એન. સી. ડી સ્ક્રીનિંગ કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમાં ૪૩૧ જેટલા લાભાર્થીઓનું એન. સી. ડી ક્લિનિક જનરલ હોસ્પિટલ દાહોદના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આણંદ જિલ્લાના પલોલ ગામે યોજાયો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, આણંદ આ પ્રસંગે રાજ્યપાલએ સર્વ શિક્ષા, વ્યસનમુક્તિ, સ્વચ્છતા, પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને દેશી ગાય નિભાવ જેવા વિષયો પર ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો. સ્ત્રી સશક્તિકરણ અને આરોગ્ય અંગે જાગૃતિ પર ભાર મૂકતા રાજ્યપાલએ દીકરીઓને બિનચુક શિક્ષણ અને નિયમિત આરોગ્ય તપાસ માટે અપીલ કરી; સાથે જ વ્યસનમુક્તિ અંગે સ્પષ્ટ સંદેશ આપતા તેમણે સ્વસ્થ સમાજ માટે વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો. તેમણે ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અંગે પોતાના અનુભવો વહેંચી ખર્ચ ઘટાડા અને ઉત્પાદન વધારાના લાભો જણાવી દેશી ગાય નિભાવ અપનાવવા પ્રેરણા આપી.
Read Moreગોબર અને ગૌમુત્રના ઉપયોગથી થઈ શકે પાક સંરક્ષણ
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ખેડૂતો જાગૃત બની રહ્યાં છે અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર પ્રાકૃતિક ખેતી થકી કુદરતી રીતે જમીનનો ઑર્ગેનિક કાર્બન વધારી શકાય છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની મદદથી વિવિધ પ્રકારની પાકની બીમારીઓ અટકાવી શકાય છે. જેમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણું મહત્વનો ભાગ ભજવે છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય એ પાયાની જરૂરિયાત છે. કારણ કે, દેશી ગાયનાં ગોબર અને ગૌમૂત્ર એ જમીનને જીવંત રાખવા…
Read More