માંડવી તાલુકાના પીપલવાડા ગામે પશુપાલનમાં સ્વચ્છ ઉત્પાદન અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, માંડવી

     માંડવી તાલુકાના પીપલવાડા ગામે પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પશુપાલન ગોષ્ઠી તથા ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. 

        આ ગોષ્ઠીમાં ડૉ. સુનિલકુમાર પ્રજાપતિએ પશુપાલકોને પશુપાલનમાં સ્વચ્છ દૂધ ઉત્પાદનનું મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત પશુની જાત સુધારણા માટે લિંગીકૃત વીર્યના ઉપયોગ અંગે ભલામણ કરી હતી. પશુની ઓલાદ સુધારણા માટે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી વિષે વિસ્તૃત માહિતી આપી પશુપાલકોને માહિતગાર કર્યા હતા.આ ઉપરાંત ડૉ. સચિન કુમાર કલાસવાએ પશુ આહારમાં દાણનો ખર્ચ ઘટાડવા માટે એઝોલા નામની જલીય વનસ્પતિના ઉપયોગ અંગે પણ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પશુપાલકોને પ્રોત્સાહનરૂપે સાહિત્ય કીટ દ્વારા વિવિધ પ્રકાશનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

            આ સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉ. મુકેશભાઈ કટારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજન ડૉ. કે. એન. વાધવાણી, સંશોધન વૈજ્ઞાનિક અને યુનિટ હેડ, પશુ સંશોધન કેન્દ્ર, નવસારી તથા ડૉ. જે. એસ. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક, કામધેનુ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયું હતું.

Related posts

Leave a Comment