“હિન્દ રક્ષક સંઘ” દ્વારા નિઃશુલ્ક “તુલસી રોપા”નું વિતરણ 

હિન્દ ન્યુઝ, કાલાવડ      જામનગર જિલ્લાના કાલાવડ ખાતે “હિન્દ રક્ષક સંઘ” દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર નાં પટાંગણમાં “તુલસી પૂજન” સાથે “તુલસી રોપા” નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.      ‘તુલસી પૂજા દિવસ’ દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે ક્રિસમસ હોવાથી ઘણા સનાતનીઓ ધર્મ પ્રત્યે જાગૃત ન હોવાના પગલે તુલસી માતાની પૂજા ન કરી પોતાના ઘરે ‘ક્રિસ્ટમસ ટ્રી’ લગાવી ઉજવણી કરતા હોય છે ત્યારે આપણે સૌ સનાતનીઓએ આ દિવસે તુલસી પૂજન કરી ‘તુલસી પૂજા’ દિવસની ઉજવણી કરવી જોઈએ એમ “હિન્દ રક્ષક સંઘ” ના સંસ્થાપક – અધ્યક્ષા માનનીય…

Read More

નાગરિક પ્રથમના અભિગમ સાથે રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, જામનગર  ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્નશ્રી અટલ બિહારી વાજપેઈજીની ૧૦૧મી જન્મજંયતીના દિવસે આયોજિત સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર કેતન ઠક્કર સહિત સંકલન સમિતિના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના મધ્યમથી સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કર્મયોગી પ્રશિક્ષણ મિશનનો પ્રારંભ, ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનની વેબસાઇટનું અનાવરણ, ડિજિટલ ચેકબોર્ડ, ક્યુઆર કોડ, અટલ સ્વાન્ત: સુખાય યોજનાના વેબપોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇ-ગવર્નન્સ અને ડિજિટલ ઈન્ડિયા, ટેકનોલોજી આધારિત સુશાસન માટેની નવી નીતિઓ પર ભાર…

Read More