“પઢાઈ ભી, પોષણ ભી: ગુજરાતના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો નવો પાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ બાળકોના સર્વાંગી વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા માટે સુખડી, ચણાચાટ, મિક્સ કઠોળ અને ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) જેવી પૌષ્ટિક વાનગીઓ પીરસવામાં આવે છે.

વર્ષ ૨૦૨૫-૨૬ માં છોટાઉદેપુર જિલ્લાની ૧૨૬૨ શાળાઓમાં કુલ ૯૭,૧૦૩ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જેમાંથી અંદાજે ૮૩,૬૪૮ જેટલા બાળકો નિયમિતપણે આ ગરમાગરમ નાસ્તાનો લાભ લઈ રહ્યા છે. જેનાથી બાળકોમાં લોહતત્વનું સ્તરમાં વધારો થશે અને કુપોષણ સામે રક્ષણ મળશે. ઉપરાંત બાળકોની અભ્યાસમાં રૂચિ કેળવાઈ રહી છે. છોટાઉદેપુરના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ યોજના કારગત સાબિત થઈ રહી છે.
આ યોજના થકી વિદ્યાર્થીઓની શાળામાં નિયમિત હાજરીમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. અગાઉ બાળકો શાળાએ ભૂખ્યા પેટે આવતા ત્યારે તેઓ અભ્યાસમાં રૂચિ ન કેળવે તે સ્વાભાવિક છે. જેને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત અને સશક્ત બનાવવાનો નિર્ધાર કરીને આ યોજના અમલી બનાવી છે. જેનો લાભ છોટાઉદેપુરના છેવાડાના શાળામાં પણ બાળકો લઈ રહ્યા છે.

સુશાસનની વાત આવે ત્યારે પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપાયીનું નામ આવે, કારણ કે તેઓ પ્રજા સર્વોપરીમાં વિશ્વાસ રાખતા હતા. જેને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકાર પણ બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્યની સાથે પોષણની ચિંતા કરીને સાચા સુશાસનની પરિભાષાને પરિભાષિત કરી રહી છે.

Related posts

Leave a Comment