હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા શહેર ઉપરાંત મધ્ય ગુજરાત ઝોનના વિવિધ જિલ્લામાં કાર્યરત આંગણવાડીઓમાં ખાલી જગ્યાઓની રાજ્ય સરકાર દ્વારા પૂર્તિ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ખાલી જગ્યા ઉપર નિયત ભરતી પ્રક્રીયામાં પસંદ પામેલા કાર્યકર અને તેડાગર બહેનોને આજે શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત વડોદરા ઝોનના લગભગ ૧૮૭૮ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર તથા તેડાગર તરીકે પસંદગી થયેલ ઉમેદવારોને આજે નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા. આ નિમણૂંક પત્રો મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણભાઇશુક્લના અને અન્ય ઉપસ્થિત…
Read MoreDay: December 4, 2025
તબીબી ક્ષેત્રે જામનગરની અનેરી સિદ્ધિ
હિન્દ ન્યુઝ, જામનગર સૌરાષ્ટ્રની આરોગ્ય સેવાનો આધારસ્તંભ ગણાતી, રાજ્યની બીજા ક્રમની સરકારી શ્રી ગુરુ ગોબિંદસિંગ સરકારી હૉસ્પિટલ, જામનગરના તબીબી જગતમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હૉસ્પિટલના સ્કિન વિભાગે એક અત્યંત ગંભીર અને જીવલેણ ચામડીના રોગ (SJS-TEN સિન્ડ્રોમ)થી પીડિત યુવતીનો સફળતાપૂર્વક ઈલાજ કરીને તેને નવજીવન બક્ષ્યું છે. પોરબંદરની ૨૦ વર્ષીય યુવતીને સ્ટીવન જ્હોનસન સિન્ડ્રોમની ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી, જે ઝડપથી વધુ જીવલેણ એવી ટૉક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ (Toxic Epidermal Necrolysis – TEN) નામની બીમારીમાં રૂપાંતરિત થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ દુર્લભ અને જીવલેણ સ્થિતિનું કારણ…
Read Moreદિવ્યાંગ ખેલાડીઓ માટે એક મહત્વની જાહેર સૂચના
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ તા. 07/12/2025ના રોજ SAI, સેક્ટર–15, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ (OH) સ્પેશિયલ ખેલમહાકુંભ યોજાશે. આ ખેલ મહોત્સવમાં શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે એથ્લેટિક્સ, સિટિંગ વોલીબોલ અને ક્રિકેટ જેવી સ્પર્ધાઓ યોજાશે, જેમાં જિલ્લામાંથી 450થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે પ્રથમ ક્રમે રહેનારને રાજ્ય સ્તરે સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. આ આયોજનમાં વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ ભાગ…
Read Moreકાલાવડ તાલુકામાં આવેલ શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળા નું ગૌરવ વધારતા શાળાના વિધાર્થીઓ
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા માં આવેલ શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનાં વિધાર્થીઓ જિલ્લા કક્ષા “ખેલ મહાકુંભ – 2025” એથલેટિક્સ હરિફાઈ અંદર 9 બ્રોડ જંપ હરિફાઈમાં દ્વિતિય તથા 30 મીટર દોડમાં તૃતિય સ્થાન મેળવી વિજેતા બન્યા તેમજ શાળાનું નામ ઉજ્વળ કરેલ છે. આ સ્પર્ધામાં વિજેતા બનેલ વિધાર્થીઓએ રાજ્યકક્ષા સ્તર પર ભાગ લેવા જશે. આ “ખેલ મહાકુંભ – 2025” યોજાયેલ સ્પર્ધામાં વિજેય બનેલ વિધાર્થીઓમાં તાલુકા કક્ષાએ નિનામા સુમિત પારસિંઘ, મિનામા વિક્રમ રાજુભાઈ, મુંધવા વિવેક મુકેશભાઈ, નિનામા પંકેશ પારસિંઘ તથા વિદ્યાર્થીનીઓ બારીયા હેમાંગી ભરતભાઈ, પલાસ…
Read Moreકચ્છના ધોરડો ખાતેથી રણોત્સવ 2025-26નો પ્રારંભ
હિન્દ ન્યુઝ, કચ્છ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના ધોરડો ખાતેથી રણોત્સવ 2025-26નો પ્રારંભ કરાવ્યો. કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના ₹179 કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. ધોરડો ખાતે રણોત્સવમાં ‘એકત્વ – એક દેશ, એક ગીત, એક ભાવના’ની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થયો. કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન બનાવવાનું માન. વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થયું છે : મુખ્યમંત્રી ધોરડો ખાતે મુખ્યમંત્રીએ સફેદ રણની મુલાકાત લઈને રણના સૌંદર્ય સાથેના સૂર્યાસ્તના નજારાને માણ્યો.
Read Moreમહાશિવરાત્રી મેળાના આયોજનની પૂર્વ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આયોજનની પૂર્વ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. આજ રોજ કલેકટર અનિલકુમાર રાણાવસીયા એ શિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ માટે હોટેલ અને ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓના સંચાલકો સાથે બેઠક યોજી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ માટેની તૈયારીઓ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.પરંતુ મેળામાં આવતા ભાવિકોની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં હોય છે. ખાસ કરીને બાથરૂમ, યુરીનલ સુવિધા…
Read Moreપીંઢરડા ગામની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર મેહુલ દવે
હિન્દ ન્યુઝ, પીંઢરડા આજરોજ જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા પીંઢરડા ગામની મુલાકાતે જઈ હાલ ચાલી રહેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ ગામમાં ચાલતી SIR પ્રક્રિયા અંગે ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી, એકપણ મતદાર પાછળ ન રહી જાય તેની મહત્વની સમજ આપી હતી. ગામમાં 100% SIR કામગીરી પૂર્ણ કરવા પ્રત્યે સક્રિય સહકાર આપવા બદલ BLOને કલેક્ટરએ સન્માનિત કર્યા હતા તેમજ આ પ્રક્રિયામાં ગામજનોના ઉત્સાહપૂર્ણ સહયોગની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામ્ય વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓના લાભો સમયસર અને…
Read More