હિન્દ ન્યુઝ, કચ્છ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના ધોરડો ખાતેથી રણોત્સવ 2025-26નો પ્રારંભ કરાવ્યો. કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના ₹179 કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.
ધોરડો ખાતે રણોત્સવમાં ‘એકત્વ – એક દેશ, એક ગીત, એક ભાવના’ની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થયો.
કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન બનાવવાનું માન. વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થયું છે : મુખ્યમંત્રી
ધોરડો ખાતે મુખ્યમંત્રીએ સફેદ રણની મુલાકાત લઈને રણના સૌંદર્ય સાથેના સૂર્યાસ્તના નજારાને માણ્યો.
