હિન્દ ન્યુઝ,
જીલ્લા શિક્ષણ અધિકારી નર્મદા દ્વારા આચાર્ય ને શાળા ઓમા પ્રવાસી શિક્ષકોના મંજૂરી પ્રત્રો એનાયત કરવામાં આવ્યા .
નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી જયેશ ભાઈ પટેલ તેમજ શૈક્ષણિક નિરિક્ષક દારાસિગ ભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ એ.એન.બારોટ વિદ્યાલય, ડેડીયાપાડા ખાતે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય ની એક બેઠક મળી. બેઠક મા નિરિક્ષક દારાસિગ ભાઈ વસાવા દ્વારા તમામ આચાર્યને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે સમયદાન, નિષ્ઠા તાલીમ, ઓનલાઇન હાજરી, કિવઝ, કલાકુભ, પેન્શન કેસો, જીપીએફ જેવાં અનેક વહિવટી પ્રશ્નો અંગે ઉડાણ પૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું. બાદ જીલ્લા શિક્ષણ અધિકારી જયેશ ભાઈ પટેલ દ્વારા શૈક્ષણિક ગુણવત્તા અંગે તેમજ જીલ્લા ના શૈક્ષણિક સ્તર બાબતે ચિંતા વ્યક્ત કરતાં બૉડના પરિણામ ઉચુ લાવવા માર્ગદર્શન સાથે સૂચન કર્યું. બેઠક ના અંતમાં એ એન બારોટ વિદ્યાલય ના આચાર્યયોગેશ ભાઈ ભાલાણીએ આભારવિધિ કરી.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા