સુશાસનના સપ્તાહના અંતિમ દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાઉનહોલ ખાતે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામિણ વિકાસના કાર્યોનું લોકાપર્ણ તથા સમરસ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા 

             સમગ્ર રાજય સરકાર તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન રાજયના સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં રહી છે. જે અંતર્ગત સપ્તાહના અંતિમ દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાઉનહોલ ખાતે સાસંદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામિણ વિકાસના કાર્યોનું લોકાપર્ણ તથા સમરસ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગામડાને વિકાસના કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેમાં ખેડૂતોના પાકની વાવણી લઇ લણણી સુધી અને મોંઘા મોલનો ભાવ મળી રહે તે માટેની માર્કેટયાર્ડમાં ઇ-નામ સહિતની કૃષિ કલ્યાણની યોજના અમલી બનાવી છે તો ગામડાના કોઇ ગરીબ આવાસ વિહોણો ન રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે. સાથે પીવાના પાણી લેવા માટે બહેનોને દૂર જવું પડે તે માટે નલ સે જલની યોજના અમલમાં મુકી ઘર આંગણે પાણી પંહોચાડ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના શાસનના ૧૦૦ દિવસ પૂર્ણ થતાં તેમના સમયગાળા દરમિયાન થયેલા કામોની વાત લોકો સુધી પંહોચે તે માટે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે ગ્રામિણ વિકાસ અંતર્ગત જિલ્લામાં નાણાપંચ અન્વયે વિકાસના કામોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. સાસંદએ કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ મફત વેકસિન કરીને લોકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. આત્મનિર્ભરતાની દિશામાં ભારત પગ્રતિ કરી રહ્યુ હોવાનું તેમણે ઉમેર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દિપેશ શાહે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ગામડાઓને શહેરી સમકક્ષની સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકાર અનેકવિધ વિકાસકાર્યો હાથ ધર્યા છે. જેનાથી ગ્રામિણ પરીવારમાં આમૂલ પરીવર્તન આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, તથા રાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનબેન મોદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડામોર સહિત અન્ય મહાનુભાવોના હસ્તે સમરસ પંચાયતના સરપંચ ઓને સન્માન તથા વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment