ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્પીડ અને સ્કેલના વિઝન અનુસાર ભારતના રોડ નેટવર્કના વિકાસની ગતિ અને તેના સ્કેલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વિઝનને અનુરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝીલીયન્ટ અને નવી ટેક્નોલોજીના ઉપયોગની જોગવાઇ કરવામાં આવી હતી. તે અનુસાર રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર આ ગ્રીન ટેક્નોલોજીની મદદથી કામગીરી શરૂ થવા જઇ રહી છે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટિરિયલનો ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે રસ્તાની મજબૂતી વધે છે તેમજ પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે.

Related posts

Leave a Comment