રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર ગ્રીન ટેક્નોલોજીની મદદથી કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર ગ્રીન ટેક્નોલોજીની મદદથી કામગીરી શરૂ થતાં ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે.

વડાપ્રધાનએ શરૂ કરેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની ક્રાંતિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વધુ મજબૂત બની; મુખ્યમંત્રીના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝીલીય્ન્ટ અને નવી ટેક્નોલોજીના ઉપયોગની જોગવાઇ.

ગ્રીન ટેક્નોલોજીની કામગીરીમાં હયાત રોડની જૂની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે; કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાની સાથે કુદરતી સંસાધનોની પણ બચત થાય છે.

રાજ્યના લણવા-મણુંદ-સંડેર-બાલીસાણા રોડ (પાટણ), રાધનપુર-મશાલી-માધાપુરા રોડ (પાટણ), ભીડીયા સોમનાથ રોડ (ગીર સોમનાથ), સંતરામપુર- ઝાલોદ રોડ (મહીસાગર), દયાદરા- નબીપુર- ઝનોર રોડ (ભરૂચ), ઈલાવ- કોસંબા રોડ (ભરૂચ), મોરબી-નાની વાવડી- બગથળા રોડ (મોરબી), સુરેન્દ્રનગર બાયપાસ રોડ (સુરેન્દ્રનગર), ડીંડોલી-કરડવા-ઇકલેરા રોડ (સુરત), માંગલેજ-નારેશ્વર રોડ (વડોદરા), કોસીન્દ્રા-ભાખા રોડ (છોટા ઉદેપુર), કરજણ-આમોદ રોડ (વડોદરા), ઇસરવાડા- ઉંદેલ રોડ (આણંદ), વાલમ- કડી રોડ (મહેસાણા), પેપળુ- કાપરા રોડ (મહેસાણા), લુણી-ગુંદાલા-પત્રી-ટપ્પર- બાબીયા રોડ (કચ્છ), વડતાલ- જોળ- બાકરોલ રોડ (આણંદ), તળાજા-ગોપનાથ રોડ (ભાવનગર), કાલાવડ- જામવંથલી- ફલ્લા રોડ (જામનગર) અને કોઠારા એપ્રોચ રોડ (નર્મદા) માર્ગો પર ગ્રીન ટેક્નોલોજી અનુસાર કામગીરી કરવામાં આવશે.

Related posts

Leave a Comment