દિયોદર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ

હિન્દ ન્યૂઝ, દિયોદર,

દિયોદર ખાતે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને IGP બોર્ડર રેન્જ – ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા-પાલનપુર તરૂણ દુગ્ગલ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ થરાદ તેમજ થરાદ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટાફના અહેડકો, રવજીભાઇ તથા અપોકો વનરાજસિહ તથા અપોકો. કુંપાભાઇ વિગેર પોલીસ સ્ટાફના માણસો સાથે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે દિયોદર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાનો બે વર્ષથી નાસતો ફરતો આરોપી જીતેન્દ્રસિહ ઉર્ફે નરપતસિહ સ/ઓ ધોખજી ચૌહાણ (દરબાર) રહે.લેડાઉ તા.થરાદ વાળો પોતાના ઘરે લેડાઉ ગામે આવનાર છે. જે ચોક્કસ બાતમી આઘારે વોચ ગોઠવી આરોપીને પકડી પાડી દિયોદર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં-૨૯૨/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫ એ.ઇ ૧૧૬(૨) ૮૧ મુજબના ગુનાના કામે અટક કરવા સારૂ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર : ધવલ ત્રિવેદી, દિયોદર

Related posts

Leave a Comment