હિન્દ ન્યુઝ, ગાંધીનગર મેઘાલય વિધાનસભા PACના અધ્યક્ષ શ્રીમતી મિયાની ડી. શીરાના નેતૃત્વમાં પધારેલા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી. વિધાનસભાના અધિકારીઓએ ગૃહની ભવ્યતા અને અત્યાધુનિક સુવિધાઓથી પ્રતિનિધિ મંડળના સભ્યોને માહિતગાર કર્યાં. પ્રતિનિધિ મંડળે ‘નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન’ (NeVA) સેવા કેન્દ્રની ખાસ મુલાકાત લીધી, ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતને ખૂબ જ પ્રભાવશાળી ગણાવ્યું.
Read MoreDay: May 13, 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની ગુજરાતને નવતર ભેટ
હિન્દ ન્યુઝ, અમદાવાદ કેન્દ્રીય કેબિનેટ દ્વારા અંદાજે રૂ. 20,667 કરોડના ખર્ચે અમદાવાદના સરખેજથી ધોલેરા સુધી સેમી હાઇસ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ. અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ; તેમણે જણાવ્યું કે, ભારતનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ગુજરાતને મળવો એ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત. ધોલેરા SIR, નિર્માણાધીન ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડનારો બહુઆયામી પ્રોજેક્ટથી ઇંધણની બચત થશે તથા કાર્બન ઉત્સર્જન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે.
Read Moreઆગામી ચોમાસું ઋતુમાં વાવેતર માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતોએ આટલી કાળજી જરૂર રાખવી 🔹 બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી 🔹 વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો 🔹 બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગત દર્શાવતું પાકું બિલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો 🔹 બિનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને જાણ કરવી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી 🔹 વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો 🔹 બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગત દર્શાવતું પાકું બિલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો 🔹 બિનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી…
Read Moreકેબિનેટે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાને આવરી લેતા એક નવા પ્રોજેક્ટને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 134 કિમીનો વધારો થશે
હિન્દ ન્યુઝ, અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે રૂ. 20,667 કરોડના કુલ ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનો આ વિભાગ અમદાવાદ, ધોલેરા SIR, આગામી ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. અમદાવાદને ધોલેરા સાથે જોડવાથી મુસાફરોના મુસાફરીના સમયમાં ઘટાડો થશે, જેનાથી આરામદાયક દૈનિક મુસાફરી અને તે જ દિવસે…
Read Moreએશિયન સિનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સના ત્રીજા દિવસે જ્ઞાનેશ્વરી યાદવે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તા. 11 મેના રોજ પ્રારંભ થયેલ 2026 એશિયન સિનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સના ત્રીજા દિવસે જ્ઞાનેશ્વરી યાદવે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા. એશિયન સિનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સના ત્રીજા દિવસની સ્પર્ધામાં જ્ઞાનેશ્વરી યાદવે 53 કિગ્રા વેઈટ કેટેગરીના સ્નેચ સેક્શનમાં સિલ્વર મેડલ તેમજ કુલ 194 કિગ્રા વેઈટ લિફ્ટ સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો; જ્ઞાનેશ્વરી યાદવની આ સિદ્ધિ ભારતીય વેઈટલિફ્ટિંગ માટે ગૌરવની ક્ષણ છે જે ભારતીય મહિલા રમતવીરોના આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ક્ષેત્રે ઊંચાઈને આંબતા માપદંડ દર્શાવે છે. જ્ઞાનેશ્વરી યાદવના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ઈન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનના…
Read Moreઈંધણ અને સરકારી સંસાધનોની બચત માટે રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા મહત્ત્વના આદેશ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના; વિભાગની તમામ પ્રકારની મીટિંગો અને ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાશે. કોર્ટની કામગીરી અને પરામર્શ માટે રૂબરૂ જવાને બદલે ટેલિફોનિક અથવા અન્ય કોમ્યુનિકેશન માધ્યમનો ઉપયોગ કરો: એસ્કોર્ટ અને પાયલોટિંગની સુવિધા માત્ર નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા મહાનુભાવોને જ ફાળવવામાં આવશે: રાજ્ય પોલીસ વડા
Read Moreઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ મે ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો મે – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૫/૨૦૨૬નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે શ્રી પ્રાંત અધિકારી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૮/૦૫/૨૦૨૬ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ…
Read Moreસિહોર આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશસત્ર ૨૦૨૬ માટે એડમિશન પ્રક્રિયાનો તા. ૧૪ મે થી પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારી આઈ.ટી.આઈ., સિહોરમાં વેલ્ડર, ફીટર, વાયરમેન, ટુ વ્હીલર, કોપા, H.S.I., રેફ્રીજરેશન, પ્લમ્બર વગેરે ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે તા. ૧૪/૦૫/૨૦૨૬ થી તા.૨૩/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઈન ફોર્મ ભરાવવાના તથા ચોઈસ ફીલીંગ કરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. આઈ.ટી.આઈ. સિહોર ખાતે વિનામૂલ્યે એડમિશન ફોર્મ ભરી આપવામાં આવે છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.-સિહોરનો રૂબરૂમાં સંપર્ક કરવા આઈ.ટી.આઈ., સિહોરની યાદીમાં જણાવવામાં આવે છે.
Read Moreસૂત્રાપાડા તાલુકામાં પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો ઉપર સંચાલકોની ભરતી કરાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં રાજ્ય સરકાર સંચાલિત, પ્રાથમિક શાળાઓમાં નિયુક્તિ થયા વિનાના મધ્યાહ્ન ભોજન કેન્દ્રમાં વ્યવસ્થાપક (સંચાલક) ની નિયત કરેલ માસિક માનદ વેતનથી ખંડ સમય અને ગમે ત્યારે વગર નોટિસે છૂટા કરવાની શરતે હંગામી ધોરણે નિયક્તિ કરવાની છે. કેન્દ્ર નં. ૨૦-ટોબરા પે સેન્ટર શાળા, ૨૮- પ્રશ્નાવડા કન્યા પ્રા.શા, ૩૧ ગાયત્રી સીમ શાળા, ૩૩- પીપળવા પ્રા. શાળા, ૪૪- મોરાસા પ્રા. શાળા, ૫૧- લોઢવા પ્રા. શાળા અને ૬૧-વિરોદર પ્રા. શાળા ખાતે ખાલી જગ્યા પર પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો ઉપર સંચાલકોની ઉચ્ચક માનદવેતનથી ખંડ સમય…
Read Moreબોટાદ જિલ્લાના પક્ષકારો માટે સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ કેસોના નિકાલ માટે ‘સમાધાન સમારોહ’ અંતર્ગત સુવર્ણ તક
હિન્દ ન્યુઝ, બોટાદ ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક અને લોકાભિમુખ બનાવવાના હેતુથી ‘સમાધાન સમારોહ-૨૦૨૬’ (વિશેષ લોક અદાલત)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ ઝુંબેશનો પ્રારંભ તા.૨૧ એપ્રિલ, ૨૦૨૬થી થઈ ચૂક્યો છે, જેનું સમાપન આગામી તા.૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટના પરિસરમાં યોજાનારી વિશેષ લોક અદાલત સાથે થશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં લાંબા સમયથી ચાલતા વિવાદોનું કાયમી નિરાકરણ લાવવાનો છે. આ પ્રક્રિયામાં પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં રૂબરૂ હાજર રહીને અથવા ઓનલાઇન પ્લેટફોર્મ (વર્ચ્યુઅલ) માધ્યમથી…
Read More