વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જામનગર મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જામનગર મુલાકાતને અનુલક્ષીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કર્યા બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીએ લાલ બંગલા સર્કલ ખાતેના કાર્યક્રમ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે સ્થળની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરી નાગરિકોની સુવિધા તેમજ પ્રોટોકોલ જળવાઈ રહે તે અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાએ સમગ્ર તૈયારીઓ તથા આયોજનને લગતી રૂપરેખા રજૂ કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ તંત્ર…

Read More

સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પ

હિન્દ ન્યુઝ, અમદાવાદ        અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) માટે આયોજિત સમર કેમ્પના બીજા દિવસે સવારે ૦૫/૩૦ વાગે પ્રભાતિયા વગાડીને બાળકોને જગાડવામાં આવ્યા. ત્યારબાદ ૦૬/૦૦ થી ૦૮/૦૦ વાગ્યા સુધી કેડેટ્સને યોગ, વ્યાયામ તથા ADI દ્વારા પીટી પરેડ શીખવાડમાં આવી. ત્યારબાદ સમયપત્રક મુજબ નાસ્તો કરીને કેડેટ્સ માટે આયોજીત કરેલ સેમિનારમાં નોડલ અધિકારીશ્રી SPC દ્વારા કેડેટ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ કેરિયર માર્ગદર્શનને લગતા પ્રશ્નોને લઈને પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.  બપોરે ૧૨/૦૦ થી ૦૪/૦૦ વાગ્ય સુધી તમામ કેડેટ્સ ભોજન અને આરામનો સમય આપવામાં આવ્યો. સમયપત્રક મુજબ ૦૪…

Read More

અપરાજીતા ફાઉન્ડેશન દ્વારા જીવન કૌશલ્ય સેમિનાર, સમર કેમ્પ અને તાલીમ કાર્યક્રમો યોજાશે.

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        જૂનાગઢ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓના સર્વાંગી વિકાસ, જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી ICDS વિભાગ, જૂનાગઢ અને અપરાજીતા ફાઉન્ડેશન (મદુરાઈ, તમિલનાડુ) વચ્ચે મહત્વપૂર્ણ બિન-નાણાકીય સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. આ સમજૂતી કરાર પર ICDS જૂનાગઢના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી વત્સલાબેન દવે એ હસ્તાક્ષર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સહયોગ દ્વારા જિલ્લાની કિશોરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવાની શક્તિ વિકસાવવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. આ ભાગીદારી અંતર્ગત અપરાજીતા ફાઉન્ડેશન દ્વારા જીવન કૌશલ્ય સેમિનાર, સમર કેમ્પ અને…

Read More

ગૌણ ખનિજમાંથી મુખ્ય ખનિજ તરીકે રૂપાંતરિત થયેલી બિલ્ડિંગ લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ખાણોની નોંધણી માટે વિશેષ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    જૂનાગઢ ખાતે ભારતીય ખાણ બ્યુરો (IBM), ગાંધીનગર અને જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી, જૂનાગઢના સંયુક્ત નેજા હેઠળ ગૌણ ખનિજમાંથી મુખ્ય ખનિજ તરીકે રૂપાંતરિત થયેલી બિલ્ડિંગ લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ખાણોની નોંધણી માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર તા. ૭ મે, ૨૦૨૬ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. કાર્યક્રમની અધ્યક્ષતા વરિષ્ઠ સહાયક ખાણ નિયંત્રક સુનિલ કુમાર શર્માએ કરી હતી. આ પ્રસંગે જિલ્લાભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ શ્રી શર્માએ બિલ્ડિંગ લાઈમસ્ટોન લીઝધારકોનું સ્વાગત કરી નોંધણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિબિરમાં…

Read More

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અગિયારમો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ      અમદાવાદસ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અગિયારમો વાર્ષિક પદવીદાન સમારોહ તારીખ 07 મે 2026ના રોજ યુનિવર્સિટીના ‘જ્યોતિર્મય’ પરિસરમાં આવેલા કશ્યપ સભાગૃહમાં યોજાયો.      યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયે સૌનું શાબ્દિક અભિવાદન કર્યું અને કુલાધિપતિ સમક્ષ (BAOU)ની વાર્ષિક કામગીરીનો અહેવાલ પ્રસ્તુત કર્યો.      અધ્યક્ષસ્થાનેથી રાજ્યપાલએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી(BAOU)ની વર્ષપર્યંતની સક્રિય કામગીરી પ્રતિ હર્ષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, “ડૉ. બાબાસાહેબે બાલ્યકાળમાં સામાજિક ભેદભાવોનો કપરો સામનો કર્યો હતો. સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિવાદના ભેદભાવો એ ગંભીર દૂષણ છે.” તેમણે વેદમંત્રોના વિપરીત અર્થઘટન દ્વારા સામાજિક વ્યવસ્થામાં…

Read More

ગૌરવ અને ધન્યતાનો અનુભવ, વિવિધ પ્રકલ્પોની મુલાકાત

હિન્દ ન્યુઝ, બરોડા     ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી.     મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો; મિયાવાકી વન, વામન વૃક્ષ વાટિકા, લેસર શો સહિત નર્મદા આરતીમાં સહભાગી બની આધ્યાત્મિક અનુભૂતિ મેળવી.     સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત વિવિધ પ્રકલ્પોની પ્રશંસા વ્યક્ત કરતા માંઝીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સમગ્ર દેશ માટે ગૌરવનું પ્રતિક બની છે.

Read More

“ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ : રાષ્ટ્રપ્રેમ, શૌર્ય અને સંકલ્પની અવિસ્મરણીય ગાથા”

હિન્દ ન્યુઝ, નડિયાદ      દેશની સુરક્ષા, સૈનિકોના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમના સંકલ્પને સમર્પિત “ઓપરેશન સિંદૂર”ને એક વર્ષ પૂર્ણ થતા ૨૮ ગુજરાત બટાલિયન એન.સી.સી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે માહિતી કચેરી, નડિયાદ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરીને આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.      ઉપસ્થિત સૌએ દેશની એકતા, સુરક્ષા અને રાષ્ટ્રહિત માટે અવિરત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લઈને “રાષ્ટ્ર પ્રથમ”ના સંદેશને વધુ મજબૂત બનાવ્યો અને એન.સી.સી કેડેટ્સને “ઓપરેશન સિંદૂર” અંતર્ગત ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરાયેલી સૈન્ય કાર્યવાહી અંગે માહિતગાર કર્યા હતા.

Read More

સોમનાથ અમૃતપર્વ – 2026

હિન્દ ન્યુઝ, સોમનાથ     સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં તા. 11 મેના રોજ માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે તે સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.    આ અવસરે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ અને પ્રવક્તા મંત્રી   જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનના ગુજરાતની મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા.    મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન તા. 11 મેના રોજ જામનગરથી સવારે સોમનાથ પધારશે અને હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શૉ યોજીને જનતાનું અભિવાદન ઝીલશે.…

Read More

સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ‘સ્વચ્છતા અભિયાન’ વેગીલું: વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૩૯૫ નવા શૌચાલયોનું નિર્માણ

હિન્દ ન્યુઝ, સુરત       સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સુરત જિલ્લાએ સ્વચ્છતાના માપદંડોમાં નવી ઊંચાઈ સર કરી છે. વર્ષ ૨૦૧૭માં ઓપન ડેફિકેશન ફ્રી (ODF) જાહેર થયા બાદ જિલ્લામાં સતત નવા બનતા મકાનોમાં શૌચાલયની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કુલ ૩૩૯૫ વ્યક્તિગત અને ૧૦ સામુહિક શૌચાલયો બનાવી લોકસુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

Read More

સ્કંદપુરાણના પ્રભાસખંડમાં સોમનાથનો ઉલ્લેખ પવિત્ર તીર્થક્ષેત્ર

હિન્દ ન્યુઝ, સોમનાથ       ભારત વર્ષની સંસ્કૃતિમાં દેશની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરો ભારત વર્ષનું ગૌરવ છે. સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણની પીઠિકા પર રહેલી આ ધરોહરો સનાતન સંસ્કૃતિના આધ્યાત્મિક ચેતનાના કેન્દ્રો છે. ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર તટે બિરાજતા સોમનાથ મહાદેવનું મંદિર શાશ્વત સંસ્કૃતિનું પ્રતીક તો છે જ તો બીજી તરફ સંઘર્ષ સામે વિજય અને અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. આઝાદ ભારત વર્ષમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ લીધો અને ૧૯૫૧માં મંદિરનું નવનિર્માણ થયું. ૧૧ મે, ૧૯૫૧ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદજીના હસ્તે નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા…

Read More