હિન્દ ન્યુઝ, નડિયાદ
દેશની સુરક્ષા, સૈનિકોના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમના સંકલ્પને સમર્પિત “ઓપરેશન સિંદૂર”ને એક વર્ષ પૂર્ણ થતા ૨૮ ગુજરાત બટાલિયન એન.સી.સી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે માહિતી કચેરી, નડિયાદ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરીને આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.
ઉપસ્થિત સૌએ દેશની એકતા, સુરક્ષા અને રાષ્ટ્રહિત માટે અવિરત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લઈને “રાષ્ટ્ર પ્રથમ”ના સંદેશને વધુ મજબૂત બનાવ્યો અને એન.સી.સી કેડેટ્સને “ઓપરેશન સિંદૂર” અંતર્ગત ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરાયેલી સૈન્ય કાર્યવાહી અંગે માહિતગાર કર્યા હતા.
