વેરાવળ માં મુસ્લિમ સમાજનું પ્રથમ કોવીડ સેન્ટર ખોલવામાં આવેલ

હિન્દ ન્યૂઝ ,વેરાવળ

વેરાવળ ખાતે તુર્ક સમાજ માં સમસ્ત તુર્ક સમાજ અને એફ.એમ.ગ્રુપ ના પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના દ્રારા આયોજીત કોવીડ આઈસોલેસન સેન્ટર ગરિબ લોકો માટે ખુલ્લો મુકવામાં આવેલ, જેમાં જીલ્લા ના પુર્વ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર અને નગરપતિ પિયુષભાઈ ફોફંડી ઉપસ્થિત રહેલા હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે અને આ સુવિધા બેડ વધારવા આવશે, આવી પરિસ્થિતિ માં જયારે લોકો મોટી મોટી હોસ્પિટલ માં દર્દીઓ ને કોઈ હાથ પકડવા તૈયાર નથી ત્યારે લોકો માટે મસિહા તરીકે હાજી ફારૂકભાઈ મૌલાના અને પટેલ જાવીદ તાજવાણીએ સમ્રગ વેરાવળ માં મુસ્લિમ સમાજનું પ્રથમ કોવીડ સેન્ટર ખોલવામાં આવેલ જેમાં નાતજાત ના ભેદભાવ વગર બધા ધર્મ ના દર્દીઓને સારવાર આપવામાં આવે છે.

આ કોવિડ સેન્ટર ને કાર્યરત કરવા એફ.એમ. ગ્રુપ અને તૂર્ક સમાજ ના યુવાનો જેમાં તુર્ક સમાજ ના પ્રમુખ જાવીદભાઈ તાજવાણી, ખારાકુવા એસોસિયેશન ના પ્રમુખ રફીકભાઈ મૌલાના, જાવીદ આરબા, હાજીભાઈ એલ.કે.એલ, કાઉન્સિલર અફસલ સર, ઈમરાન પંજા, મુદસ્સર ભાઈ અને તુર્ક સમાજ ના યુવાનો એ જહેમત ઉઠાવેલ છે. 

રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ 

Related posts

Leave a Comment