સુરત જિલ્લાના પૂરગ્રસ્ત ગામોમાં યુદ્ધના ધોરણે નુકસાન સર્વે શરૂ: ૧૧૭ ગામોના ૬,૦૧૦ પરિવારોના સર્વે માટે ૧૩૬ ટીમો કાર્યરત

હિન્દ ન્યુઝ, સુરત   સુરત જિલ્લામાં છેલ્લા દિવસોમાં થયેલા અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રની સક્રિયતાના ભાગરૂપે હવે જિલ્લા પંચાયત દ્વારા નુકસાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જિલ્લાભરના ૧૧૭ ગામોના અંદાજે ૬,૦૧૦ અસરગ્રસ્ત પરિવારોના સર્વે માટે કુલ ૧૩૬ સમર્પિત ટીમો મેદાનમાં તૈનાત કરવામાં આવી છે. પૂરના પાણી ઓસરતાની સાથે જ આ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને નુકસાનનું સાચું આકલન કરી રહી છે, જેથી રાજ્ય સરકારના આપત્તિ…

Read More

ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પંચાયત માર્ગ-મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લામાં ગત દિવસો દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે વિવિધ ગ્રામીણ માર્ગો અને કોઝવે પર ભૂસ્ખલન, માટી-પથ્થર અને લાકડાં ધસી આવવાના બનાવો સામે આવ્યા હતા.  જેને પગલે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત અને અસરકારક કામગીરી હાથ ધરીને અવરોધાયેલા માર્ગો વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જે મુજબ (૧) ડાંગના પહાડી વિસ્તારમાં ભારે વરસાદને પગલે ગડદ–ડોન માર્ગ પર ભૂસ્ખલન થતાં માટી અને પથ્થરોનો જમાવડો થયો હતો, જેના કારણે વાહનવ્યવહાર ક્ષણિક અવરોધિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ પંચાયત માર્ગ…

Read More

વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, વલસાડ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રાખીને વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલભાઈ પટેલ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યા છે. સાંસદએ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પૂરગ્રસ્ત અને વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોની સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી તેમજ થયેલા નુકસાન અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. દરમિયાન સાંસદ પટેલે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અસરગ્રસ્ત ગામોની ખાસ મુલાકાત લીધી હતી. ભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનોને રૂબરૂ મળીને તેમની સ્થિતિ જાણી હતી, અને જરૂરિયાતમંદ પરિવારજનોને રાહત કીટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં…

Read More