રાજ્યમાં કાયદો-વ્યવસ્થાનું સુદૃઢ માળખું અને પોલીસ કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા !

હિન્દ ન્યુઝ, આણંદ     ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની સુરક્ષા અને કાયદાના શાસનને વધુ સુદૃઢ બનાવવા માટે સતત કાર્યરત છે. આ જ દિશામાં આગળ વધતા આજે આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે રાજ્યના જેલ પ્રશાસનને વધુ કાર્યક્ષમ બનાવશે. આ સાથે નડિયાદ જિલ્લા જેલ, બિલોદરા (ખેડા) ખાતે આપણી રક્ષામાં ખડેપગે રહેતા પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે નવનિર્મિત સી-૦૮ તથા બી-૧૬ (P+૬) કક્ષાના સુવિધાયુક્ત પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ કર્યું. આપણા પોલીસ જવાનો નિશ્ચિંત થઈને પોતાની ફરજ બજાવી શકે તે માટે તેમના પરિવારોને શ્રેષ્ઠ રહેણાંક અને…

Read More

સરળ, સાહજિક વ્યક્તિત્વ, આત્મીયતાનો અભિગમ

હિન્દ ન્યુઝ, અમરેલી     80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાવરકુંડલા રોડ સ્થિત શેલ્ટર હાઉસના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ જ્યારે અન્ય કાર્યક્રમ માટે રવાના થયા ત્યારે કારમાં બેસી ગયા બાદ તેમણે બહાર ઉપસ્થિત સ્થાનિક અગ્રણીઓને જોયા… તેમને મળવાની સહજ ઇચ્છાથી મુખ્યમંત્રીએ પોતાની કાર થોભાવી અને બહાર નીકળીને અગ્રણીઓ સાથે આત્મીયતાપૂર્ણ મુલાકાત કરી. મુખ્યમંત્રીશ્રીની આ સહજ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો સાથે હળવાશભર્યો સંવાદ કર્યો. મુખ્યમંત્રીનો આ સરળ અને લાગણીસભર અભિગમ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો. મુખ્યમંત્રીની સામાન્ય વ્યક્તિ અને સ્થાનિક…

Read More

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરા ખાતે નિર્માણધીન ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારક’ની મુલાકાત લઈ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, વડોદરા કલ્યાણનગર ખાતે આકાર પામી રહેલા આધુનિક સ્મારકના મ્યુઝિયમ, લાઈબ્રેરી અને મલ્ટીમીડિયા પ્રકલ્પની કામગીરી આખરી તબક્કામાં: પ્રકલ્પ સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરાના કમાટીબાગ (સયાજીબાગ) – કલ્યાણનગર ખાતે નિર્માણ પામી રહેલા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર “સંકલ્પભૂમિ સ્મારક” પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિ અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.  ડૉ. બાબાસાહેબ આંબેડકરે સામાજિક વિષમતા અને કુરિવાજો દૂર કરી સામાજિક સમરસતા લાવવા માટે વડોદરાના કમાટીબાગ ખાતે વડના વૃક્ષ નીચે બેસીને જે ઐતિહાસિક સંકલ્પ લીધો હતો, તે પવિત્ર સ્થળને સ્મારક તરીકે વિકસાવવા માટે રાજ્ય…

Read More

હરિયાળું અમરેલી… સ્વચ્છ અમરેલી!

હિન્દ ન્યુઝ, અમરેલી! 🇮🇳 ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો. રૂ. ૪ કરોડના ખર્ચે ‘ગ્રીન અમરેલી, ક્લિન અમરેલી’ની નેમ સાકાર થશે ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના હેઠળ શરૂ થયેલા આ મહાઅભિયાન અંતર્ગત અમરેલી શહેરમાં પ્રસ્તાવિત ઓક્સિજન પાર્ક સહિત વિવિધ મુખ્ય માર્ગોની બંને બાજુએ આશરે ૧૩ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ હરિયાળી પહેલથી અમરેલી શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાની સાથે આગામી સમયમાં શહેર માટે ‘ગ્રીન લંગ્સ’ સમાન પર્યાવરણીય…

Read More

માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્વતંત્રતા દિનની ઉજવણીનું ફૂલ ડ્રેસ રિહર્સલ

હિન્દ ન્યુઝ, વડોદરા    ૮૦માં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં વડોદરામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે ધ્વજવંદન થવાનું છે, તે પૂર્વે આજે સવારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું.  રિયલ ટાઇમ ફૂલ ડ્રેસ રિહર્સલમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમણે પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. વડોદરા શહેર પોલીસની વિવિધ શાખાઓ ઉપરાંત અશ્વદળ, એનસીસી, ગૃહ રક્ષક દળ, ટ્રાફિક અને પોલીસ બેન્ડની ટૂકડીઓ આ પરેડમાં જોડાવાની છે.  બાદમાં તેમણે સંયુક્ત પોલીસ કમિશનર…

Read More

આણંદના બાકરોલ ખાતે ₹ ૬૭.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, આણંદ કેદીઓના સર્વાંગી સુધારા અને સુરક્ષા સુવિધાથી સજ્જ : બાકરોલ ખાતે ૩૭૦ ની ક્ષમતા ધરાવતી નવીન જિલ્લા જેલનું લોકાર્પણ કરાયું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આણંદ જેલ અને નડિયાદ જેલ ખાતેના કક્ષા સી-૦૮ તથા બી-૧૬ પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ

Read More