હિન્દ ન્યુઝ, જામનગર
રણમલ તળાવથી રણજીતનગર સુધી યોજાયેલ ‘તિરંગા યાત્રા’માં સાત હજારથી વધુ જામનગરવાસીઓ ઉત્સાહભેર જોડાયા
પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી યાત્રામાં ‘વંદે માતરમ્’ની ગુંજ સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો
તિરંગા યાત્રામાં પોલીસ અશ્વ દળ, પોલીસ બેન્ડ, ડોગ સ્ક્વોડ, આર્મી, એરફોર્સ, નેવી ના પ્લાટુન તથા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ બની આકર્ષણનું કેન્દ્ર
તિરંગા યાત્રામાં મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુ નિશા, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સહિતના મહાનુભાવો જોડાયા
