મહેસૂલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી અને બેઠક વ્યવસ્થા સુચારૂ બનાવવા અંગે મહત્વનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ડાંગ     રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાઓ સરળતાથી, પારદર્શી રીતે અને સમયસર મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં ૨,૩૮૯ જેટલા નવા મહેસૂલી તલાટીઓની નિમણૂક કરવામાં આવી છે, તેમજ તા.૧૭.૮.૨૦૨૬ ના ઠરાવથી મહેસૂલી તલાટી સંવર્ગનો નવો ‘જોબચાર્ટ’ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.   આ નવી નિમણૂકો અને જોબચાર્ટ મુજબ તમામ મહેસૂલી તલાટીઓ પોતાના નિયત સેજા (વિસ્તાર) ખાતે વ્યવસ્થિત રીતે કામગીરી કરી શકે તે માટે રાજ્યના તમામ કલેક્ટરશ્રીઓએ તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી કામગીરી શરૂ કરાવી છે. …

Read More

સુબીર તાલુકામાં મહેસૂલી તલાટીઓને સેજાની ફાળવણી કરાઈ

હિન્દ ન્યુઝ, સુબીર  ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં મહેસૂલી વહીવટને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે મહેસૂલી તલાટીઓને વિવિધ સેજાઓની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી અંતર્ગત કુલ સાત મહેસૂલી તલાટીઓને સેજાવાર જવાબદારી સોંપવામાં આવી છે. સંબંધિત મહેસૂલી તલાટીઓ નિર્ધારિત કામકાજના દિવસે પોતાની સેજામાં ઉપસ્થિત રહી ગ્રામજનોને મહેસૂલી સેવાઓ પૂરી પાડશે. હુકમ મુજબ અંકિત એસ. દેશમુખને કેશબંધ, કાકશાળા અને ગાંવદહાડ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. કેશબંધ સેજામાં આવતાં કેશબંધ, જામાલા, ટિમ્બરથવા, બિલીઆંબા ગામોમાં સોમવારના રોજ ફરજ બજાવશે. કાકશાળા સેજામાં આવતાં કાકશાળા અને નિશાણા મંગળવારના રોજ ફરજ બજાવશે. ગાવદહાડ સેજામાં ગાવદહાડ, ગીરમાળ…

Read More

વઘઇ તાલુકામાં મહેસૂલી તલાટીઓને સેજાની ફાળવણી

હિન્દ ન્યુઝ, વઘઇ     ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં મહેસૂલી વહીવટને વધુ સુવ્યવસ્થિત, અસરકારક અને ગ્રામ્યકક્ષાએ વધુ સુલભ બનાવવા માટે મહેસૂલી તલાટીઓને વિવિધ સેજાઓની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી અંતર્ગત કુલ ૧૦ મહેસૂલી તલાટીઓને અલગ-અલગ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. સંબંધિત મહેસૂલી તલાટીઓ નિયત કામકાજના દિવસે પોતાની સેજામાં ઉપસ્થિત રહી ગ્રામજનોને જરૂરી મહેસૂલી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. હુકમ મુજબ નિમા વિષ્ણુભાઈ પટેલને ભેંડમાળ અને દગડીઆંબા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ભેંડમાળ સેજા હેઠળ ભેંડમાળ, આમસરવળન, વાધમાળ, લવાર્યા અને મોટીદાબદર ગામોનો સમાવેશ થાય છે, જ્યાં સોમવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે. જ્યારે…

Read More

આહવા તાલુકામાં મહેસૂલી તલાટીઓને સેજાની ફાળવણી

હિન્દ ન્યુઝ, આહવા      ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં મહેસૂલી વહીવટને વધુ સુવ્યવસ્થિત, અસરકારક અને ગ્રામ્યકક્ષાએ સરળ બનાવવા માટે મહેસૂલી તલાટીઓને વિવિધ સેજા તથા ચાર્જ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. હુકમ મુજબ સંબંધિત મહેસૂલી તલાટીઓ નિર્ધારિત દિવસોએ પોતાની સેજામાં ઉપસ્થિત રહી ગ્રામજનોને મહેસૂલી સેવાઓ પૂરી પાડશે. આ વ્યવસ્થાના પરિણામે ગામડાના નાગરિકોને મહેસૂલી કામગીરી માટે તાલુકા મથકે વારંવાર આવવાની જરૂરિયાત ઘટશે અને સ્થાનિક સ્તરે સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે. હુકમ મુજબ કૌશિકકુમાર ભરતલાલ માહલાને આહવા સેજા તથા દિવાનટેમ્બૂન (ચાર્જ) જવાબદારી સોંપવામાં આવી છે. આહવા સેજામાં આહવા ગામે સોમવાર તથા શુક્રવારના રોજ,…

Read More

ગાંધીનગર તાલુકાના કુડાસણ ખાતે નિર્માણધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર બનેલી દુર્ઘટના

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર તાલુકાના કુડાસણ ખાતે નિર્માણધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર બનેલી દુર્ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને સઘન બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, SDRF, NDRF, સિવિલ ડિફેન્સ તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દટાયેલા શ્રમિકોને સલામત બહાર કાઢી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રીએ તાત્કાલિક ઘટના સ્થળ તેમજ સિવિલ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત શ્રમિકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ દર્દીઓ તથા તેમના સ્વજનો સાથે સંવાદ સાધી સાંત્વના…

Read More