જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોશીના અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકાના આગંણવાડી કાર્યક્રર બહેનોની રાષ્ટ્રીય પોષણ માસની ઊજવણી અંતર્ગત મિટિંગ યોજાઇ હતી

હિન્દ ન્યુઝ, દાહોદ

    જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા પોષણ માસ ની મુખ્ય થીમ “આપણી આંગણવાડી આપણી જવાબદારી”થીમ આધારિત ૫ થીમ.1.પુરતું પ્રોટીન 2.ગરમ ભોજન.3.સમુદાય ભાગીદારી.4.પા.પા.પગલી 5.માતાનું આરોગ્ય અને સુરક્ષિત ભવિષ્ય.પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. અને પોષણ શપથ લેવામાં આવ્યા હતા.સુપોષણ સંકલ્પ ગામ માટે ગ્રામ પંચાયત+ICDS+અને આરોગ્ય વિભાગ સાથે સામુહિક અભિયાન દ્વારા પોષણ માસ ની ઊજવણી ની વિવિધ પ્રવૃતિઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ નિમિતે વાનગી હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ અંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. THR અને મિલેટ્સનો ઉપયોગ કરવાના ફાયદાઓ જણાવવામાં આવ્યા હતા.

આગંણવાડી કાર્યકર બહેનોએ જુદી જુદી વાનગી THR અને મિલેટ્સનો ઉપયોગ કરીને બનાવી ભાગ લીધો હતો.ઘટક કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બહેનોને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સીડીપીઓ, મુખ્ય સેવિકા બહેનો, BNM,ICDS તમામ સ્ટાફ , આગંણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.   

Related posts

Leave a Comment