સુરતના કોસમાડા ખાતે નિર્માણ પામનાર ‘ઇસ્કોન વરાછા મંદિર’નો ભવ્ય શિલાન્યાસ અને સત્કાર સમારોહ

હિન્દ ન્યુઝ, સુરત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

મુખ્યમંત્રીએ ઇસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું, નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી.

ભક્તિને માત્ર પૂજા સુધી સીમિત ન રાખતા માનવ સેવા અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા મુખ્યમંત્રીનું આહ્વાન.

આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન મંદિરના નિર્માણમાં અમૂલ્ય આર્થિક યોગદાન આપનાર રાજસ્વી દાતાશ્રીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિશેષ સન્માન

કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના વિઝનને અનુસરીને વિકાસ સાથે આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું જતન સૌએ જોઈએ.

Related posts

Leave a Comment