રાજકોટ શહેરમાં ઘરે ઘરેથી કચરો એકઠો કરવા માટે મહાનગરપાલીકા દ્વારા ૧૦૦ ટીપરવાનની ખરીદી કરાશે

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૨૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે મહાનગરપાલિકા પર્યાવરણ વિભાગ દ્વારા ૩૨૫ ટીપરવાન હાલમાં દોડાવવામાં આવી રહી છે. પરંતુ ૨૦૧૨ પહેલા ખરીદ કરવામાં આવેલ ૪૩ ટીપરવાન નિયમ મુજબ ચલાવી શકાય તેમ ન હોય આ ટીપરવાન ભંગારમાં કાઢી નાખવામાં આવી છે. તમામ વિસ્તારોમાં દોડતી ટીપરવાનો પૈકી અમુક ટીપરવાનોમાં ટેકનીકલ ફોલ્ટ જણાય ત્યારે તેની જગ્યાએ સ્પેરમાં ટીપરવાન દોડાવી શકાય તે માટે દરેક ઝોનમાં પ ટીપરવાન અલગથી રાખવામાં આવી છે. આમ ૪૩ ટીપરવાન ભંગાર થઇ જતા અને સ્પેરમાં વધુ ટીપરવાનની જરૂરીયાત ઉભી થતા મહાનગરપાલિકા વધુ ૧૦૦ ટીપરવાનની ખરીદી કરશે. ઉપરોકત ટીપરવાનનો ખર્ચ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment